ચીને કેટલાયે દેશોમાં પોતાનાં પોલીસ સ્ટેશનો સ્થાપ્યાં છે : ચીન તે આક્ષેપો નકારે છે
- ડ્રેગનની ખતરનાક ચાલ...!!
- ચીન કહે છે તે ટુકડીઓ તો કોવિદ મહામારીમાં ફસાયેલા તેના નાગરિકોને સહાય કરવા રાખવામાં આવી છે
નવી દિલ્હી : ભારત અને અમેરિકા સહિત દુનિયાભરના મોટાભાગના દેશો ચીનની ચાલાકી બહુ સારી રીતે જાણે છે. તાજેતરમાં જ માડ્રીડ સ્થિત, માનવાધિકાર કેમ્પેનર સેફ ગાર્ડ ડીફેન્ડર્સ નામની એક સ્વૈચ્છિક સંસ્થાએ જણાવ્યું છે કે ચીને એક આ ખતરનાક ચાલ એટલી ગુપ્ત રીતે ચાલી છે કે અનેક દેશોને તો તેની ગંધ પણ આવી નથી. પરંતુ વાસ્તવિકતા તે છે કે ચીને દુનિયાભરમાં મળીને ૧૦૦ જેટલાં પોતાના પોલીસ સ્ટેશનો સ્થાપી દીધાં છે.
ચીન આ દાવાઓને નકારી કાઢતાં જણાવે છે કે તે પોલીસ ટુકડીઓ વિદેશોમાં વસતા ચીની નાગરિકોને સહાય કરવા સ્થાપવામાં આવી છે. તે પોલીસ સ્ટેશનોનું કામ ખરેખર તો ચીન છોડી, વિદેશમાં જઇ વસેલા ચીની નાગરિકોને પરેશાન કરવાનું અને તેમને સ્વદેશ પાછા લાવવાનું પણ છે.
ફક્ત સંસ્થાના પેટ્રોલ એન્ડ પર્સ્યુએડ નામક એક રીપોર્ટમાં જણાવ્યું છે કે ચીને વ્યાપક સ્તરે આંતરરાષ્ટ્રીય ઉપસ્થિતિ પ્રાપ્ત કરવા માટે કેટલાક યુરોપીય દેશો તથા આફ્રીકી દેશોની સાથે દ્વિપક્ષીય સુરક્ષા વ્યવસ્થા કરી છે. તેથી કેટલાયે દેશોએ તે પોલીસ સ્ટેશનો પણ સ્વીકાર્યા છે. જેમાં ઇટાલી, ક્રોએશિયા, સર્બિયા અને રોમાનિયા સામેલ છે. ઉક્ત માડ્રીડ સ્થિત સંસ્થા સેફગાર્ડ ડીફેન્ડર્સ જણાવે છે કે પેરિસમાં ગુપ્ત રીતે કામ કરી રહેલા ચીની જાસૂસોએ એક નાગરિકને તેનાં ચીનમાં આવેલાં ઘરે પાછા ફરવા મજબૂર કર્યો હતો. આ પૂર્વે અન્ય કેટલાંયે ચીની નિર્વાસિતોને સ્વદેશ પાછા ફરવા ફરજ પાડી હતી.
સેફગાર્ડ ડીફેન્ડર્સનું કહેવું છે કે તેમણે જુદા જુદા ૫૩ દેશોમાં સક્રિય તેવાં ચીનનાં વિદેશ મંત્રાલયના હાથ નીચેનાં અલગ-અલગ પોલીસ (ફોજદારી) ન્યાયાલયો શોધી કાઢ્યાં છે. પરંતુ ચીન આ સમગ્ર અહેવાલને બનાવટી કહી રદીયો આપે છે.