Get The App

ચીનને પાક. લશ્કરમાંથી વિશ્વાસ ઉડી ગયો છે : બૈજિંગ ચાયનીઝ અધિકારીઓને મુકવા પાક પર દબાણ કરે છે

Updated: Nov 14th, 2024


Google NewsGoogle News
ચીનને પાક. લશ્કરમાંથી વિશ્વાસ ઉડી ગયો છે : બૈજિંગ ચાયનીઝ અધિકારીઓને મુકવા પાક પર દબાણ કરે છે 1 - image


- થાઈલેન્ડમાં રજા ગાળી પાછા કામે ચઢી ગયેલા બે ચીની ઈજનેરોની હત્યાથી ચીન ચિંતાગ્રસ્ત થયું

ઈસ્લામાબાદ : ચીનના બે ઈજનેરોની ગયા મહિને કરાંચીનાં એરપોર્ટ પર થયેલા બોમ્બ વિસ્ફોટમાં બે ઈજનેરોની હત્યા થતાં ચીન ચિંતાતુર બન્યું છે. આ બંને ઈજનેરો થાઈલેન્ડમાં રજા ગાળી પાછા કામે ચઢી ગયા હતા, તેવામાં જ કાર બોમ્બ વિસ્ફોટથી તેઓની હત્યા કરવામાં આવી હતી. આ ઉપરાંત પણ ચીની નાગરિકો ઉપર શ્રેણીબદ્ધ હુમલાઓ થતા રહ્યા છે, તેથી ચીન ચિંતાગ્રસ્ત બન્યું છે, અને પોતાના નાગરિકોની સલામતી માટે તેને પાકિસ્તાનનાં પોલીસદળ કે લશ્કર પર વિશ્વાસ ઊઠી ગયો છે. તેથી ચીને ઈસ્લામાબાદ સમક્ષ પોતાના સલામતી રક્ષકો મુકવાની માંગણી કરી છે. આથી પાકિસ્તાનની શેહબાઝ સરકાર મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.

આ અંગે પોતાનું નામ નહીં જણાવવાની શરતે પાકિસ્તાનના એક અધિકારીએ કહ્યું હતું કે પાકિસ્તાન હજી સુધી આ શરતને સ્વીકાર્ય ગણતું નથી. તે કહે છે કે અમારા સલામતી દળો ચીની નાગરિકોની રક્ષણ માટે પૂરતા છે, સક્ષમ પણ છે. જોકે ચીન તે દાવાને સ્વીકારતું નથી.

બીજી તરફ ચીનનાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, 'ચીનના હજારો નાગરિકો પાકિસ્તાનમાં કામ કરી રહ્યા છે. તેઓ બાંધકામ તથા શિક્ષણ ક્ષેત્રે પણ પાકિસ્તાનના નાગરિકો સાથે કામ કરે છે. તેમની સુરક્ષાનો પ્રબંધ યોગ્ય છે.' આથી વધુ કહેવાનો તેમણે ઈન્કાર કર્યો હતો.

પરંતુ ચીનના નાગરિકોની હત્યાઓથી બંને દેશોના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે તે સત્ય છે તેમ નિરીક્ષકોનું સ્પષ્ટ કહેવું છે.


Google NewsGoogle News