Get The App

'નિર્ણય ચીને લેવાનો છે, અમારે નહીં...', ટેરિફ વૉર વચ્ચે ટ્રમ્પના નિવેદને ફરી એકવાર ટેન્શન વધાર્યું

Updated: Apr 16th, 2025

GS TEAM


Google News
Google News
'નિર્ણય ચીને લેવાનો છે, અમારે નહીં...', ટેરિફ વૉર વચ્ચે ટ્રમ્પના નિવેદને ફરી એકવાર ટેન્શન વધાર્યું 1 - image


USA China Trade War: અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવૉર ચરમસીમાએ પહોંચ્યો છે. આ ટ્રેડવૉર વચ્ચે અમેરિકા સતત ચીન સાથે વાતચીત કરવા તૈયાર હોવાના નિવેદનો આપી રહ્યું છે. પરંતુ ચીન વાતચીત કરવાના બદલે ટેરિફ પર ટેરિફ લાદી અવળચંડાઈ કરી રહ્યું  છે. બંને દેશો વચ્ચે વધી રહેલા વિવાદ વચ્ચે ગઈકાલે વ્હાઇટ હાઉસે ચીન મામલે ફરી એકવાર સ્પષ્ટતા કરી છે કે, ચીને અમેરિકા સાથે ડીલ કરવી પડશે. ચીને નિર્ણય લેવાનો છે. અમેરિકા ટેરિફ મામલે ઝૂકશે નહીં. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર 145 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. જેના જવાબમાં ચીને 125 ટકા ટેરિફ લાગુ કર્યો હતો.

વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે, પ્રમુખે ચીન મુદ્દે પોતાનો અભિપ્રાય સ્પષ્ટ કર્યો છે. જો કે, મારી પાસે તેમનું એક નિવેદન છે, જે તેમણે ઓવલ ઑફિસમાં મને સોંપ્યું હતું. તેમણે કહ્યું છે કે, ચીને નિર્ણય લેવો પડશે. ચીને અમારી સાથે ડીલ કરવી પડશે. અમારે તેની સાથે ડીલ કરવાની જરૂર નથી.  ચીન વિશ્વના કોઈપણ દેશથી અલગ નથી. ચીનને અમારી જરૂર છે. અમારા ફંડની જરૂર છે. જો ચીન વાટાઘાટો કરવા તૈયાર થશે તો અમે તેની સાથે ચર્ચા કરવા તૈયાર છીએ. 

આ પણ વાંચોઃ બાંગ્લાદેશની યુનુસ સરકારનું ભારતવિરોધી પગલું, દોરાની આયાત પર મૂક્યો પ્રતિબંધ

ભારત માટે તક

નીતિ આયોગના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ચીન પર અમેરિકાના ટેરિફના ભારણના કારણે વૈશ્વિક સ્તરે ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્પોનન્ટ્સ માર્કેટમાં ભારતની નિકાસ વધારવાની તકો ઊભી થઈ છે. જેથી સ્થાનિક ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપી વૈશ્વિક મંચ પર સંકુલ બનાવવા અને ખર્ચ ઘટાડવા માટે જરૂરી સહાયતા પ્રદાન કરવા ઉકેલો પર ફોકસ કરવા ભલામણ કરવામાં આવી છે. અહેવાલ મુજબ, ભારત એક નિર્ણાયક તબક્કે છે, જ્યાં તેના હાથમાં અને પાવર ટૂલ્સ ઉદ્યોગને વૈશ્વિક નિકાસ પાવરહાઉસમાં પરિવર્તિત કરવાની નોંધપાત્ર તક છે. આ ક્ષેત્રમાં 2035 સુધીમાં 25 અબજ ડૉલરથી વધુની નિકાસ કરવાની ક્ષમતા છે.

'નિર્ણય ચીને લેવાનો છે, અમારે નહીં...', ટેરિફ વૉર વચ્ચે ટ્રમ્પના નિવેદને ફરી એકવાર ટેન્શન વધાર્યું 2 - image

Tags :