અરૂણાચલના પર્વતને પર્વતારોહકે દલાઈ લામાનું નામ આપતાં ચીન અકળાયું, કહ્યું - આ અમારો વિસ્તાર...
China Statement on Arunachal Pradesh : અરૂણાચલ પ્રદેશને લઈને ચીને એકવાર ફરી, પોતાના નાપાક ઈરાદા જાહેર કર્યા છે. ભારતીય પર્વતારોહકો દ્વારા અરૂણાચલ પ્રદેશના એક પહાડનું નામ છઠ્ઠા દલાઈ લામાના નામ પર રાખતા ચીનને મરચાં લાગી રહ્યા છે. ચીને ગુરૂવારે (26 સપ્ટેમ્બર) આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરતાં ફરી એકવાર આ વિસ્તાર પર પોતાનો દાવો મુક્યો છે.
પર્વતારોહકોએ કર્યું નામકરણ
હકીકતમાં, નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઑફ માઉન્ટેનિયરિંગ એન્ડ એડવેન્ચર સ્પોર્ટ્સ (NIMAS) ની એક ટીમે અરૂણાચલ પ્રદેશમાં 20,942 ફૂટ ઊંચી બેનામી પહાડ પર ચઢાઈ કરી હતી અને તેનું નામ છઠ્ઠા દલાઈ લામા ત્સાંગયાંગ ગ્યાત્સોના નામ પરથી રાખવાનો નિર્ણય લીધો હતો. ત્સાંગયાંગ ગ્યાત્સો 1682 માં તવાંગના ક્ષેત્રમાં જન્મ્યા હતાં. જણાવી દઈએ કે, જે પહાડ પર પર્વતારોહકોએ ચઢાણ કર્યું હતું, ત્યાં અત્યાર સુધી કોઈ ચઢ્યું ન હતું.
આ પણ વાંચોઃ ચીનની પરમાણુ સબમરીન સમુદ્રમાં ગરકાવ! અમેરિકાએ મજાક ઉડાવતાં કહ્યું- આ તો શરમની વાત!
NIMAS રક્ષામંત્રાલની હેઠળ કામ કરે છે. રક્ષા મંત્રાલયે એક પ્રેસ રીલીઝમાં કહ્યું હતું કે, 'છઠ્ઠા દલાઈ લામાના નામ પર પહાડીનું નામ રાખવું તેમની અમર બુદ્ધિમત્તા અને મોનપા સમુદાયના પ્રતિ તેમના યોગદાનને સન્માનિત કરવા માટે છે.'
ચીને શું કહ્યું?
અરૂણાચલ પ્રદેશમાં પહાડીનું નામ છઠ્ઠા દલાઈ લામાના નામ પરથી રાખ્યા બાદ, પાડોશી દેશ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જીયાને કહ્યું, તમે કયાં વિષય પર વાત કરી રહ્યા છો, મને જાણકારી નથી. તેઓએ કહ્યું કે, 'મારે કહેવું જોઈએ કે, જંગનાન (ભારતનું અરૂણાચલ પ્રદેશ, જેને ચીન જંગનાન કહીને બોલાવે છે) નું ક્ષેત્ર ચીની ક્ષેત્ર છે અને ભારત માટે ચીની ક્ષેત્રને અરૂણાચલ પ્રદેશ સ્થાપિત કરવું ગેરકાયદેસર અને અમાન્ય છે.' જણાવી દઈએ કે, ચીને 2017 થી અરૂણાચલ પ્રદેશમાં સ્થાનનું નામ બદલવાનું શરૂ કરી દીધું છે, જેથી પોતાના દાવાને મજબૂત કરી શકાય.
ભારતે ચીનના દાવાને નકારી દીધો
ભારતે ચીનને અરૂણાચલ પ્રદેશ પર દાવાને નકારતા કહ્યું કે, અરૂણાચલ ભારતનો અભિન્ન ભાગ છે. કોઈના ગેરકાયદેસર દાવાથી તે બદલાઈ નથી જવાનું.
આ પણ વાંચોઃ અમેરિકાની ચૂંટણીમાં ભારતીયો 'ગેમચેન્જર' ની ભૂમિકામાં? ટ્રમ્પ-હેરિસમાંથી કોને વધુ સમર્થન?
અરૂણાચલ પર ચીનનો દાવો
અરૂણાચલ પ્રદેશને લઈને ભારત અને ચીનની વચ્ચેના વિવાદનો એક અલગ ઈતિહાસ છે. ચીન ભારતના વિસ્તાર પર પોતાનો દાવો કરે છે, જ્યારે ભારત તેને પોતાનો અભિન્ન ભાગ માને છે. ચીન અવારનવાર અરૂણાચલ પ્રદેશને લઈને નિવેદનો આપ્યા રાખે છે. અરૂણાચલના ઘણાં વિસ્તારોનું નામ બદલીને ચીન આ વિસ્તારમાં પોતાના દાવાને મજબૂત કરવાનો પ્રયત્ન કરતું રહે છે.
ચીન અરૂણાસના નિવાસીઓને વિઝા નથી આપતું
હકીકતમાં, ચીન અરૂણાચલના લોકોને ભારતના નાગરિક નથી માનતું. તેનું કહેવું છે કે, અરૂણાચલ ચીનનો ભાગ છે, તેથી ત્યાંના લોકોને ચીન આવવા માટે વિઝાની જરૂર નથી. નિષ્ણાંતોનું માનવું છે કે, ચીન એટલે સ્ટેપવેલ વિઝા આપે છે કારણ કે, તે માત્ર કાગળનો દસ્તાવેજ છે. જો તે વિઝા આપવા લાગશે તો તેનો અર્થ એવો થશે કે, તેણે અરૂણાચલ પર ભારતના દાવાને સ્વીકારી લીધો છે.
અરૂણાચલ સીમા પર ચીને ઉભુ કર્યું ઈન્ફ્રાસ્ટ્રક્ચર
આ કોઈ રહસ્ય નથી કે ચીન ભારતીય સીમાની સામે સેંકડો મૉડલ ગામ વસાવી રહ્યું છે. તેમાંથી ઘણી તો એવી જગ્યા છે, જેને બીજા દેશ પોતાનો વિસ્તાર કહે છે. સામાન્ય નાગરિકોની આ વસાહત બીજીંગ માટે આંથ અને કાનનું કામ કરે છે. ચીન તેના આધારે પોતાના તાકત વધારે છે. સીમા પર જરૂરી સામાન મોકલે છે. ચીનના ભારત-ચીન સીમા પાસે પોતાની સુરક્ષા વધારવા માટે હેલિપોર્ટનું નિર્માણ કરી રહ્યું છે. વળી, એવી પણ માહિતી મળી રહી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, અરૂણાચલના ઘણાં વિસ્તારો ચીનના નિશાના પર છે.
વડાપ્રધાનની યાત્રા પર વાંધો
માર્ચ, 2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અરૂણાચલ પ્રદેશની યાત્રા કરી હતી. આ યાત્રા બાદ ચીને પોતાની કડક પ્રતિક્રિયા આપી હતી. જોકે, બાદમાં ભારત સરકારે ચીનની ટિપ્પણીઓને નકારી દીધી હતી. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે, 'અમે વડાપ્રધાનની અરૂણાચલ પ્રદેશ યાત્રા સંબંધિત ચીન તરફથી કરવામાં આવેલી ટિપ્પણીઓને વખોડીએ છીએ. ભારતીય નેતા અન્ય રાજ્યોની જેમ સમયાંતરે અરૂણાચલ પ્રદેશની પણ યાત્રા કરતા રહે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની યાત્રા દરમિયાન ઘણાં ડેવલપમેન્ટ પ્રોજેક્ટની સાથે સેલા ટનલનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.