Get The App

ચીને પોતાના મિત્ર પુતિનને જ ઝટકો આપ્યો, સમુદ્રમા રહેલાં 8 ઓઇલ ટેન્કર્સને પોતાના બંદરે આવવા ન દીધાં

Updated: Jan 10th, 2025


Google NewsGoogle News
ચીને પોતાના મિત્ર પુતિનને જ ઝટકો આપ્યો, સમુદ્રમા રહેલાં 8 ઓઇલ ટેન્કર્સને પોતાના બંદરે આવવા ન દીધાં 1 - image


- 1950ના દશકથી રશિયા ચીન મિત્ર રહ્યાં છે શી-જિનપિંગે પશ્ચિમની વિરૂદ્ધ જઇને મોસ્કોની મુલાકાત પણ લીધી હતી

નવી દિલ્હી : ચીન રશિયાની મૈત્રી જાણીતી છે. ૧૯૫૦ના દશકથી બંને મહાશક્તિઓના સંબંધો મજબૂત રહ્યા છે. આશરે ૩ વર્ષ પૂર્વે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારે પણ ચીને તેની ટીકા કરી ન હતી. તેણે યુક્રેન યુદ્ધમાં રશિયાને ઢગલાબંધ શસ્ત્રો પણ આપ્યાં. ચીનના પ્રમુખ શી જિન પિંગે પશ્ચિમના પ્રતિબંધો અને વિરોધ વચ્ચે પણ મોસ્કોની મુલાકાત લીધી હતી. તે જ ચીને પુતિનને ભારે ઝટકો આપ્યો છે.

ચીનના બંદરગાહના અધિકારીઓએ રશિયાનાં આઠ મોટાં મોટાં ઓઇલ ટેન્કર્સને પોતાનાં બંદરોએ આવતાં રોકી દીધાં.

રોઇટર્સે ૩ વ્યાપારીઓનો હવાલો આપતાં તે પ્રતિબંધોની પુષ્ટિ કરી છે. ચીનનાં શાં-દોંગ પોર્ટ ગ્રુપે રશિયન ટેન્કરોને તેમનાં પોર્ટ પર લાંગરવાની ના કહી દીધી હતી. આ ક્ષેત્રમાં રહેલી ઓઇલ રીફાઈનરીઝ આયાતી તેલ જ શુદ્ધ કરે છે.

(ચીનમાં તેલ બહુ ઓછું મળે છે) ચીન કાચાં તેલનું સૌથી મોટું આયાતકાર છે. ફેબુ્ર. ૨૦૨૨થી તે રશિયાનાં તેલનું સૌથી મોટું આયાતકાર બન્યું છે. છતાં તેના અધિકારીઓને તે જહાજોને અનલોડીંગ કે ડૉકીંગ કરવા ના કહી દીધી છે. તે ૮ ટેન્કરો પૈકી દરેકની ક્ષમતા ૨૦ લાખ બેરલની છે. એટલે કુલ ૧૬૦ લાખ બેરલનું શિપમેન્ટ રોકાઈ ગયું છે.

આ પ્રતિબંધ માત્ર શાં દોંગ બંદરગાહ પર જ નથી પરંતુ પાસેનાં પોર્ટ રિઝાઓ થાન્નાઈ અને કીંગ-દાઓ ઉપર પણ લગાડવામાં આવ્યા છે. તેનું સંચાલન શાં-દોંગ પોર્ટ ગ્રુપ કરે છે.


Google NewsGoogle News