ફરી એક વખત ચીનમાં સ્મશાનોમાં લાશોના ખડકલા, કોરોના નહીં આ રોગને કારણે થઈ રહ્યા છે મોત
ચીનમાં ન્યુમોનિયાના કારણે લોકોના મૃત્યુ
ચીનના સૌથી વધુ વસ્તી ધરાવતા પ્રાંતોમાં મોટી સંખ્યામાં મૃત્યુ
China's Pneumonia Outbreak: એક તરફ, કોરોના JN.1નો નવો વેરિયન્ટ ચીનમાં તબાહી મચાવી રહ્યું છે. આ ઉપરાંત ન્યુમોનિયાના કારણે લોકોના મોત પણ થઈ રહ્યા છે. ચીનના સૌથી વધુ વસ્તી ધરાવતા પ્રાંતોમાંના એકના રહેવાસીઓએ ખુલાસો કર્યો કે આના કારણે મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે. જેમાં ચીનના સૌથી વધુ વસ્તી ધરાવતા વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ થઇ રહ્યા છે. જેના કારણે સ્થાનિક પ્રાઇવેટ અંતિમ સંસ્કાર ઉદ્યોગમાં ઉછાળો જોવા મળ્યો છે.
ચીનમાં નવેમ્બરમાં ન્યુમોનિયાના કારણે સ્થિતિ ગંભીર
એક મીડિયા રિપોર્ટ અનુસાર ચીનમાં સપ્ટેમ્બર મહિનાથી જ ન્યુમોનિયા ફેલાવાની શરૂઆત થઇ છે. મોટાભાગના બાળકોમાં, સ્થિતિ ઑક્ટોબરના મધ્યમાં ઝડપથી વધી હતી અને નવેમ્બરમાં વધુ ખરાબ થઈ હતી. આ પછી, તે દેશભરમાં અને અન્ય ઉંમરના લોકોમાં પણ ફેલાઈ ગયો હતો.
ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટીએ આ અંગે કર્યો ખુલાસો
ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી (CCP) એ આ પ્રકોપ માટે ઈન્ફલ્યુએન્ઝા, માયકોપ્લાઝ્મા ન્યુમોનિયા, રેસ્પિરેટરી સિન્સીટીયલ વાયરસ, રાયનોવાયરસ અને અન્ય શ્વસન ચેપને જવાબદાર ઠેરવ્યા છે. જો કે, જાહેર જનતા અને આંતરરાષ્ટ્રીય સમુદાયને ખાતરી ન હતી કે ન્યુમોનિયા કોવિડ-19 સાથે સંબંધિત નથી.
ન્યુમોનિયાના કારણે ઘણા લોકોના મૃત્યુ
ત્યાંના સ્થાનિક રહેવાસીઓ મુજબ લોકોમાં તાવ અને શરદીના લક્ષણો જોવા મળી રહ્યા છે. જેના કારણે દરેક સ્થાનિક હોસ્પિટલોમાં દર્દીઓનો ભરાવો છે. ન્યુમોનિયાના કારણે ઘણાં બાળકો સંક્રમિત થયા છે જ્યારે અનેક વૃદ્ધો મૃત્યુ પામ્યા છે. બીજી તરફ, કોરોના પણ તબાહી મચાવી રહ્યો છે.