Get The App

HMPV બાદ હવે ચીનમાં Mpox વાયરસનો નવો સ્ટ્રેન મળી આવતા ખળભળાટ, ભારતની પણ ચિંતા વધી

Updated: Jan 9th, 2025


Google NewsGoogle News
HMPV બાદ હવે ચીનમાં Mpox વાયરસનો નવો સ્ટ્રેન મળી આવતા ખળભળાટ, ભારતની પણ ચિંતા વધી 1 - image


China Found New mpox Strain: ચીનમાં HMPV સંક્રમણને લઈને ખળભળાટ મચ્યો છે, આ વચ્ચે હવે એક નવા વાયરસના નવા સ્ટ્રેને ખળભળાટ મચાવ્યો છે. ચીનના સ્વાસ્થ્ય અધિકારીઓએ ગુરુવાર (9 જાન્યુઆરી, 2025)ના રોજ કહ્યું કે, તેમણે નવા Mpox (મંકીપૉક્સ) સ્ટ્રેન ક્લેડ આઇબીની ઓળખ કરી છે. ગત વર્ષ વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (WHO) તરફથી ગ્લોબલ પબ્લિક હેલ્થ ઇમરજન્સી જાહેર કરાયા બાદ આ વાયરલ સંક્રમણ અનેક દેશોમાં ફેલાઈ રહ્યો છે. જણાવી દઈએ કે, ચીનમાં HMPV અને Mpoxનું સંક્રમણ વધતાં ભારતની ચિંતા પણ વધી છે.

રૉયટર્સના રિપોર્ટ અનુસાર, ચીનના રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્ર તરફથી કહેવાયું છે કે, મંકીપૉક્સના ક્લેડ 1બી કાંગો સહિત કેટલાક આફ્રિકન દેશોમાં પહેલાથી જ ત્યાં સક્રિય છે. અહીં એક વિદેશી વ્યક્તિથી સંક્રમિત થઈને શરુ થયો હતો. વિદેશી નાગરિકના સંપર્કમાં આવ્યા બાદ ચાર નવા કેસ નોંધાયા છે. દર્દીના લક્ષણ હળવા છે. તેમની સ્કિન પર દાણા અને ફોલ્લી જોવા મળી છે.

આ પણ વાંચો: HMPV વાઈરસથી ગભરાશો નહીં, મહામારી નહીં ફેલાય, WHOના પૂર્વ ભારતીય વિજ્ઞાનીનો મોટો દાવો

Mpoxને રોકવા માટે કરાઈ તૈયારી

ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે કહ્યું કે, 'Mpoxને કેટેગરી બી સંક્રમક રોગ તરીકે મેનેજ કરાશે. અધિકારી ઇમરજન્સી ઉપાય કરી શકશે. જેમ કે ભીડને રોકવી, કામ અને શાળામાં રજા જાહેર કરવી અને બીમારી ફેલાવા પર વિસ્તારને સીલ કરવો.' ચીને ગત વર્ષ ઑગસ્ટમાં કહ્યું હતું કે, તે દેશમાં એન્ટ્રી કરનારા લોકો અને સામાનો પર Mpoxની તપાસ કરાશે.

કેવી રીતે ફેલાય છે Mpox?

થોડાક દિવસો પહેલા સ્વાસ્થ્ય મંત્રાલયની બેઠકમાં એ વાત સામે આવી હતી કે, મંકીપોક્સ સામાન્ય રીતે બેથી ચાર અઠવાડિયાનું સંક્રમણ હોય છે અને દર્દી યોગ્ય સારવારથી સ્વસ્થ થઈ જાય છે. આ વાઇરસ સંક્રમિત વ્યક્તિની સાથે લાંબા સમય સુધી નિકટ સંપર્ક, જાતીય સંપર્ક, થૂંક જેવા પ્રવાહી પદાર્થના માધ્યમથી, શરીર સાથે સંપર્ક અથવા સંક્રમિત વ્યક્તિના કપડાંનો ઉપયોગ કરવાથી ફેલાઈ શકે છે. 

આ પણ વાંચો: ગુજરાતમાં HMPVનો બીજો કેસ, હિંમતનગરમાં આઠ વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ

Mpoxના લક્ષણો

વાયરસ સંક્રમિત વ્યકિતની લાર અને નાક વડે કે ખાંસે ત્યારે થૂંકની માઇક્રો બુંદ દ્વારા હવામાં ફેલાય છે. આ ઉપરાંત ગર્ભવતી મહિલા થકી તેમના બાળકને થવાની શકયતા રહે છે. ગાલો પર લાલ દાણા, સાંધાનો દુખાવો, હળવો તાવ, થાક, માથાના દુખાવો અને મસલ પેઇન વગેરે લક્ષણો જોવા મળે છે. કોરોના વાયરસની જેમજ આસપાસ સ્વચ્છતા રાખવી, હાથ પગ ધોતાં રહેવું તથા સંક્રમિત વ્યકિતથી દૂર રહેવું તે જ ઉપાય છે.


Google NewsGoogle News