જો આવો જ ટ્રેન્ડ ચાલુ રહ્યો તો ચીનની વસતી 1950માં હતી એટલી થઈ જશે, યુએનના રિપોર્ટમાં દાવો
China Population UN Report : સંયુક્ત રાષ્ટ્રએ ચીનની વસ્તી અંગે ચોંકાવનારો રિપોર્ટ જાહેર કરવાની સાથે મોટા સંકટની ચેતવણી પણ આપી છે. એક સમયે સૌથી વધુ વસ્તી મામલે ચીનની નામ મોખરે હતું, જોકે વર્ષ 2022થી ચીનમાં સતત વસ્તી ઘટી રહી છે, ત્યારે યુએનએ રિપોર્ટમાં કહ્યું છે કે, ચીનની વસ્તી વર્ષ 2100 સુધીમાં 1950ના દાયકા જેટલી થઈ જશે.
આ પણ વાંચો : 2025 સુધીમાં ભારતમાં બમણી થઈ જશે વૃદ્ધોની વસ્તી, વૃદ્ધાઓને પડશે વધુ તકલીફ : UNFPA
આગામી 30 વર્ષમાં ચીનની વસ્તીમાં ધરખમ ઘટાડો થશે
રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે, વર્ષ 2024 અને 2054 વચ્ચે ચીનમાં ધરખમ વસ્તી ઘટાડો થશે. ચીન વર્તમાન સમયમાં વસ્તી ઘટાડાની સમસ્યાથી પરેશાન છે અને તે આ પરેશાનીમાંથી નિકળવાનો સતત પ્રયાસ કરી રહ્યો છે. સરકારે બાળક પેદા કરવા માટે તેમજ તેના ઉછેર માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે, પરંતુ તેમ છતાં કોઈ ફર્ક જોવા મળતો નથી.
આ પણ વાંચો : ચીનમાં આકાશમાંથી આફત વરસી, ભયાનક વરસાદ બાદ ભૂસ્ખલનની ઘટના, 12ના મોત
2023માં ચીનમાં સૌથી ઓછો જન્મ દર
છેલ્લા બે વર્ષમાં ચીનમાં 2.08 મિલિયન વસ્તી ઘટી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ચીનની વસ્તી ઘટીને 1.4097 અબજ થઈ ગઈ છે. 1949માં શરૂ થયેલી વસ્તી ગણતરીના રિપોર્ટના આધારે જણાવાયું છે કે, વર્ષ 2023માં ચીનમાં સૌથી ઓછા જન્મો નોંધાયા છે, જે 9.02 મિલિયન છે. ચીનમાં લોકો લગ્ન કરવામાં વિલંબ કરતા હોવાથી વસ્તીમાં ઘટાડો થયો હોવાનું મુખ્ય કારણ જણાવાયું છે.