ચીને ફરી વધાર્યું વિશ્વભરનું ટેન્શન, કોરોના સહિત 36 નવા વાયરસો મળી આવતા વૈજ્ઞાનિકોની ચેતવણી
China New Coronavirus : ચીને ફરી વિશ્વભરનું ટેન્શન વધાર્યું છે. વૈજ્ઞાનિકોના સંશોધન અને તપાસ મુજબ ચીનમાં બેટ કોરોના વાયરસ સહિત 36 નવા વાયરસો મળી આવ્યા છે. તાજેતરમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં ચીનમાં ફર ફાર્મના પ્રાણીઓમાં 125 વાયરસની ઓળખ કરવામાં આવી છે, જે માનવ વસ્તીમાં ફેલાઇ શકે તેવું જોખમ છે. આ અભ્યાસ પ્રકાશિત થયા બાદ સમગ્ર વિશ્વમાં ચિંતા વધી ગઇ છે.
પ્રાણીઓમાંથી વાયરસ મળી આવ્યા
સિડની યુનિવર્સિટીના જીવવિજ્ઞાની અને વાઈરોલોજિસ્ટ પ્રોફેસર એ.ડી.હોમ્સે ચીનમાં તેમના સાથી વિજ્ઞાનીઓ સાથે મળીને આ રિપોર્ટ તૈયાર કર્યો છે. તેમણે જણાવ્યું કે, 'ફર ફાર્મ્સ અમારા વિચાર કરતા વધુ ભયંકર ઝૂનોટિક બિમારીઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંશોધનમાં વિજ્ઞાનીઓને નોળિયા, શિયાળ, રેકૂન કુતરા, ગિનિ પિગ અને હરણ સહિતના પ્રાણીઓમાં આ ભયંકર વાયરસ મળી આવ્યા છે.
આ પણ વાંચોઃ પાકિસ્તાનના 20 હજાર નાગરિકો 88 દેશોની જેલોમાં બંધ, સાઉદી અરબમાં 10 હજારથી વધુ
અતિ ભયંકર કક્ષાના વાયરસ મળી આવ્યા
સામાન્ય રીતે ચીનમાં અનેક સ્થળે આ પ્રકારની ફર ફાર્મિંગ થતી હોય છે અને તેમાં ભાગ્યે જ રોગ અંગે તકેદારી રાખવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે. ત્યારે પ્રોફેસર હોમ્સે કહ્યું કે, અમને સંશોધન દરમિયાન જાણવા મળ્યું છે કે, આ પ્રાણીઓ વાયરસથી ભરેલા છે અને તેમાંથી કેટલાક વાયરસો અતિ ભયંકર કક્ષાના છે, જે એક ચિંતાનો વિષય છે.
આ પણ વાંચોઃ શેખ હસીનાને ચૂપ કરાવો નહીંતર...: મોહમ્મદ યુનુસે ફરી ભારતને આપી ચીમકી
વિજ્ઞાનીઓએ 36 નવા વાયરસ શોધી કાઢ્યા
વિજ્ઞાનીઓની ટીમે ઉત્તર-પૂર્વ ચીનના મોટાભાગના ફાર્મોમાં કુલ 461 પ્રાણીઓની તપાસ કરી છે, વાયરસથી બિમારીના કારણે આ પ્રાણીઓનું મોત થયું હતું. વિજ્ઞાનીઓએ વિવિધ 125 વાયરસની ઓળખ કરી છે, જેમાં 36 નવા વાયરસ મળી આવ્યા હતા. આ ટીમે કોરોના વાયરસના સાત વેરિયેન્ટની પણ ઓળખ કરી છે, જો ઉંદરો, સસલા અને કૂતરામાંથી મળી આવ્યા હતા. આ પ્રાણીઓમાં એક ચિંતાજનક બેટ કોરોના વાયરસ પણ જોવા મળ્યો હતો. HKU5 નામના વાયરસના લક્ષણો નોળિયાના ફેફસાં અને આંતરડામાં મળી આવ્યા હતા. વૈજ્ઞાનિકોએ આ વાયરસ અંગે ભારે ચિંતા વ્યક્ત કરી છે અને પ્રશાસનને તાત્કાલિક પગલાં લેવા અપીલ કરી છે.