Get The App

ભારતથી ડરીને લીધો આ મોટો નિર્ણય અને ચીનની થઈ ખરાબ હાલત, લીક રિપોર્ટમાં મોટો ઘટસ્ફોટ

વિશ્વમાં કોરોનાની શરૂઆત બાદ ચીનમાં હાજર વિદેશી કંપનીઓએ ચીન છોડવાનું શરૂ કરી દીધું હતું

ચીનમાં હાજર કંપનીઓ-રોકાણકારો સુરક્ષિત આશ્રયસ્થાન તરીકે ભારત તરફ વળી રહ્યા છે, કદાચ આ કારણે જ ચીન તમામ કોવિડ પ્રતિબંધો હટાવી રહ્યું છે

Updated: Dec 28th, 2022


Google NewsGoogle News
ભારતથી ડરીને લીધો આ મોટો નિર્ણય અને ચીનની થઈ ખરાબ હાલત, લીક રિપોર્ટમાં મોટો ઘટસ્ફોટ 1 - image

બેઈજીંગ, તા.28 ડિસેમ્બર-2022, બુધવાર

વિશ્વભરમાં ફરી એકવાર કોરોનાનો પ્રકોપ વધતો જોવા મળી રહ્યો છે. ચીનમાં તો સ્થિતિ બેકાબુ બની ગઈ છે. નિષ્ણાંતોનું માનવું છે કે, આગામી 90 દિવસમાં ચીનની 60 ટકા વસ્તી સંક્રમિત થઈ શકે છે. બીજીતરફ ચીનમાં કોરોનાનો એટેક સતત વધતો જઈ રહ્યો છે, ત્યારે ચીને ઉતાવળમાં લોકોના જીવનનો ચિંતા કર્યા વગર તમામ પ્રકારના પ્રતિબંધો દૂર કરી દીધા છે. કડક ઝીરો કોવિડ પોલિસી લાગુ કરનાર ચીને આખરે આવો ચોંકાવનારો નિર્ણય કેમ કર્યો ? શું તે ભારતથી ડરી રહ્યો છે ? તો જાણિતો સંપૂર્ણ મામલો...

કોરોનાથી ચીનમાં હાલત ખરાબ

પડોશી દેશ ચીનના વુહાનથી શરૂ થયેલી કોરોનાની એન્ટ્રી હજુ પણ ત્યાંના લોકોના મનમાં છે. અહીંથી જ કોરોના વાયરસથી શરુઆત થઈ હતી અને જોતજોતામાં વિશ્વભરના લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા... લાખો લોકો મોતના મુખમાં ધકેલાઈ ગયા... કોરોનાની એક પછી એક શરૂ થયેલી લહેરોના કારણે વિશ્વભરની અર્થવ્યવસ્થા ધ્વસ્ત થઈ ગઈ. તમામ દેશોમાં રસીકરણ અભિયાન પુરજોશમાં શરૂ થતા કોરોનાના ફેલાવા પર રોક લગાવવામાં સફળતા મળી હતી, ત્યારે ફરી એકવાર ચીનમાંથી કોરોનાના નવા વેરિઅન્ટનો પ્રકોપ શરૂ થઈ ગયો. આ નવા વેરિઅન્ટના કારણે ચીન અને જાપાનમાં સ્થિતિ વણસી રહી છે, તો અમેરિકા, તાઈવાન સહિત ઘણા દેશોમાં પણ નવા વેરિઅન્યથી ઝપેટમાં આવી ગયા છે. ભારતમાં ણ આ BF7 વેરિઅન્ટના 4 કેસ સામે આવ્યા છે.

નાગરીકોના જીંદગી સાથે રમત

વિશેષ વાત એ છે કે, બેકાબુ બનેલા કોરોનાને રોકવા માટે ચીને કડક નિર્ણય સાથે આગળ વધવું જોઈએ, ત્યારે આવા સમયે ચીને તમામ પ્રકારના પ્રતિબંધો દુર કરવાનો નિર્ણય કર્યો. ચીને જાહેરાત કરી કે, 8 જાન્યુઆરી-2023થી આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે કોરેન્ટાઈનની જરૂર નહીં પડે. એટલે કે ચીન આવનારા વિદેશી પ્રવાસીઓને કોરોન્ટાઈનમાં રહેવાની જરૂર નહીં પડે. એટલું જ નહીં ચીને કોરોનાને વધુ સંક્રમિત બિમારી માનવાની વાતથી મોઢું ફેરવી લીધું અને કોવિડને ‘A’ કેટેગરીમાંથી હટાવી ‘B’ કરી દીધું.

20 દિવસમાં 25 કરોડ લોકો સંક્રમિત

ડિસેમ્બર-2022ની વાત કરીએ તો સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટે લીક થયેલા દસ્તાવેજોનો હવાલો આપતા કહ્યું કે, ચીનના નેશનલ હેલ્થ કમિશનનું માવું છે કે, ‘1થી 20 ડિસેમ્બર વચ્ચે દેશમાં લગભગ 25 કરોડ લોકો કોરોના સંક્રમિત થઈ ચુક્યા છે.’ શું ચીનને તેના નાગરિકોના જીવની ચિંતા નથી ? આનું એક કારણ આર્થિક બાબતો સાથે પણ જોડાયેલું હોઈ શકે છે. ચીન વિશ્વની બીજી સૌથી મોટી ઈકોનોમી છે. જે રીતે કોરોનાની અગાઉની લહેરો દરમિયાન તમામ દેશોની આર્થિક સ્થિતિ બદતર થઈ હતી, તે રીતે ચીન પોતાને પાછળ જોવા ઈચ્છતું નથી, પછી ભલે તેને તેના નાગરિકોના જીવ સાથે રમત કરવી પડે.

વિશ્વમાં કોરોનાની શરૂઆત બાદ ચીનમાં હાજર વિદેશી કંપનીઓએ ત્યાંથી જવાનું શરૂ કરી દીધું હતું. હવે ફરીથી કોરોનાએ ચીનમાં તબાહી મચાવી છે. આવી સ્થિતિમાં કંપનીઓ અને રોકાણકારો સુરક્ષિત આશ્રયસ્થાન તરીકે ભારત તરફ વળી રહ્યા છે. કદાચ આને રોકવા માટે ચીન તમામ કોવિડ પ્રતિબંધો હટાવી રહ્યું છે.

આ અહેવાલ ભલે ચીન માટે વિનાશકારી હોઈ શકે છે, પરંતુ ભારત માટે આ આપત્તિમાં તક સમાન છે. આર્થિક નિષ્ણાતોના મતે, જેટલા વધુ રોકાણકારો અથવા કંપનીઓ ચીનમાંથી બહાર જશે, ભારતને તેટલો વધુ નાણાકીય નફો થશે અને દેશની અર્થવ્યવસ્થા ઝડપથી આગળ વધશે.


Google NewsGoogle News