ચીનમાં કપલને ફાંસી પર લટકાવી દેવાયું, 2 માસૂમ બાળકોને 15માં માળેથી ફેંકી દેતા થઈ સજા
ચીનના ચોંગકિંગમાં એક એપાર્ટમેન્ટના 15માં માળેથી 2 નવજાતોને ફેંકવા મામલે આરોપી અને તેમની પ્રેમિકાને ફાંસીની સજા અપાઈ છે. ત્યારબાદ દેશભરમાં હોબાળો મચી ગયો છે. દેશની સુપ્રીમ કોર્ટે હાલમાં બંને માટે સજા-એ-મોતનું એલાન કર્યું હતું. ત્યારબાદ બંનેને ફાંસી આપી દેવાઈ.
ગ્લોબલ ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, ઝાંગ બો અને તેમની પ્રેમિકા યે ચેંગચેને 2 નવેમ્બર 2020ના રોજ બે વર્ષની દીકરી અને એક વર્ષના દીકરાને 15માં માળેથી ફેંકી દીધા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું કે ઝાંગ અને યે ચેંગચેને બંને નવજાત બાળકોની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું અને સ્થાનિક વકીલોએ બંને વિરૂદ્ધ જાણી જોઈને હત્યાનો આરોપ લગાવ્યો હતો.
ચોંગકિંગ પબ્લિક પ્રોસીક્યૂટરની ઓફિસ દ્વારા જાહેર એક નોટિસ અનુસાર ઝાંગ અને યે સોશિયલ મીડિયાના માધ્યમથી મળ્યા હતા. બંનેને પ્રેમ થઈ ગયો અને તેો રિલેશન શિપમાં આવી ગયા. ઝાંગ બો ડિવોર્સી હતી. તેણે યે ચેંગચેનને કહ્યું કે, જો તેમના બાળકો હશે, તો તેની સાથે નહીં રહે.
ફેબ્રુઆરી 2020માં ઝાંગ અને યેએ ઝાંગના બે નવજાત બાળકોને મારવાનું ષડયંત્ર રચ્યું. તેમણે નિર્ણય લીધો કે તેઓ એક અકસ્માતનું ષડયંત્ર રચશે, જેનાી નવજાત બાળકોનું મૃત્યુ થઈ જશે. જુલાઇ 2021માં કેસની પહેલી સુનાવમી દરમિયાન બાળકોની માતા ચેન મીલિને કોર્ટમાં વળતરની માંગ કરી અને પોતાના પૂર્વ પતિ અને તેમની પ્રેમિકાને આકરી સજાની માંગ કરી.
ચોંગકિંગની એક કોર્ટે જાણી જોઈને કરાયેલી હત્યા મામલે 28 ડિસેમ્બર 2021ના રોજ ઝાંગ અને યે ચેંગચેનને મોતની સજા સંભળાવી. પછી ઝાંગ અને યે ને અપીલ દાખલ કરી. ગત વર્ષ 6 એપ્રિલે ઝાંગે કોર્ટમાં પોતાનું સોગંદનામું પરત લઈ લીધું અને દાવો કર્યો કે તેમના બાળકોના મોત એક દુર્ઘટનામાં થયા હતા.
ચીનની સુપ્રીમ કોર્ટે ઝાંગ અને યે માટે મોતની સજાને યથાવત્ રાખી અને ચુકાદો સંભળાવ્યો કે તેમણે જાણી જોઈને હત્યા કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તેમની કરતૂત જાણી જોઈને હત્યાનો ગુનો છે.