VIDEO : યુદ્ધના ભણકારા! ચીનના એરક્રાફ્ટ-યુદ્ધ જહાજ આવતા તાઈવાન એલર્ટ, તાત્કાલીક મોકલી સેના
China-Taiwan Controversy : ચીનને સરહદ મામલે તમામ પડોશી દેશો સાથે વાંધો પડેલો છે અને હવે તેણે તાઈવાના વિરુદ્ધમાં આકરી કાર્યવાહી કરી છે. તાઈવાનના દાવા મુજબ ચીને તેમના દેશની ચારેતરફ 32 એરક્રાફ્ટ તહેનાત કર્યા છે, એટલું જ નહીં તેણે તાઈવાન તરફ સેના પણ મોકલી છે. આમ ચીને અચાનક સૈન્ય અભ્યાસ શરૂ કરતા તાઈવાન એલર્ટ થઈ ગયું છે અને તેણે વળતો જવાબ આપીને દરિયામાં સેના તહેનાત કરી દીધી છે. ચીનના આ પગલાના કારણે સમગ્ર ક્ષેત્રમાં તણાવ વધી ગયો છે.
ચીને તાઈવનની ચારેકોર 32 એરક્રાફ્ટ તહેનાત કર્યા
ચીનના આ પગલાથી તાઈવાન ગુસ્સે ભરાયું છે. સંરક્ષણ મંત્રાલયે આક્ષેપ કર્યો છે કે, ચીનના આ નિર્ણયથી આંતરરાષ્ટ્રીય કરારનું ઉલ્લંઘન થયું છે. ચીનની પીપુલ્સ લિબરેશન આર્મી (PLA)એ કાઉશુંગ દરિયાકાંઠાથી લગભગ 74 કિલોમીટર દૂર લાઈવ-ફાયર ડ્રિલ યોજવા માટે એક વિસ્તાર નક્કી કર્યો છે. મંત્રાલયે સત્તાવાર નિવેદનમાં કહ્યું કે, ‘ચીને સંયુક્ત યુદ્ધ અભ્યાસ કરવા માટે તાઈવનની ચારેતરફ
32 એરક્રાફ્ટ તહેનાત કર્યા છે અને દરિયાકાંઠાના દક્ષિણથી લગભગ 74 કિલોમીટર દૂરના એક વિસ્તારમાં લાઈવ-ફાયર એક્સરસાઈઝ કરવાની જાહેરાત કરી છે.’
આ પણ વાંચો : 'તે મારા ઈશારે ચાલતો, હું ઈચ્છું એમ નચાવતી...' મસ્કની 13મા બાળકની માતાનો દાવો
દરિયાકાંઠામાં ચીનનું યુદ્ધ જહાજ પણ
તાઈવાનના મંત્રાલયે કહ્યું કે, ‘ચીનના પગલા બાદ તાઈવાન અમે એલર્ટ થઈ ગયા છે. અમેત જવાબી કાર્યવાહી માટે નેવી, એરફોર્સ અને આર્મીને તહેનાત કરી દીધા છે. ચીને કોઈપણ સૂચના આપ્યા વગર યુદ્ધ અભ્યાસ હેઠળ દરિયાકાંઠાની ચારેતરઠફ 32 એરક્રાફ્ટ તહેનાત કર્યા છે. તેમાંથી 22 એરક્રાફ્ટ ઉત્તર અને દક્ષિમ-પશ્ચિમ તાઈવાન નજીક ઉડી રહ્યા છે. આ ઉપરાંત ચીન યુદ્ધ જહાજો સાથે જોઈન્ટ પેટ્રોલિંગ પણ કરી રહ્યું છે.’
તાઈવાને સેના તહેનાત કરી
ચીનની કાર્યવાહી બાદ તાઈવાન એલર્ટ થઈ ગયું છે અને તે સમગ્ર બાબતો પર ઊંડાણપૂર્વ નજર રાખી રહ્યું છે. આ ઉપરાંત તેણે નેવી, એરફોર્સ અને આર્મીના જવાનો પણ તહેનાત કર્યા છે. તાઈવાને આક્ષેપ કર્યો છે કે, બીજિંગ અમારા વિરુદ્ધ બળજબરીથી સૈન્ય રણનીતિનો ઉપયોગ કરી રહ્યો છે, જેના કારણે દરિયાકાંઠા પર કબજો કરવાના ષડયંત્રની આશંકા વધી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, તાઈવાને જળ વિસ્તાર સ્થિત પેન્ધુ ટાપુઓ પાસે દરિયાઈ કેબલ કાપી નાખી હતી. ત્યારબાદ તાઈવાન કોસ્ટ ગાર્ડ્સે એક માલવાહક જહાજ અને ચાલક દળના આઠ સભ્યોને કસ્ટડીમાં લીધા હતા. ત્યારબાદ ચીને આ યુદ્ધા અભ્યાસની રણનીતિ અપનાવી છે.
Taiwan's coast guard detains a China-linked cargo ship after a nearby undersea cable to the Penghu Islands in the sensitive Taiwan Strait was disconnected https://t.co/5wssjQwT7K pic.twitter.com/1jB8DLLi1D
— Reuters (@Reuters) February 25, 2025