પેંગોંગ સરોવર ઉપરના પુરા થયેલા બ્રિજ નજીક ચીને મજબૂત કિલ્લેબંધી બાંધી

Updated: Aug 1st, 2024


Google NewsGoogle News
પેંગોંગ સરોવર ઉપરના પુરા થયેલા બ્રિજ નજીક ચીને મજબૂત કિલ્લેબંધી બાંધી 1 - image


- 1958 થી હડપી લીધેલા લડાખના આ વિસ્તારમાં પેંગોંગ લેક નજીક ચીને હજી સુધીમાં જુદા જુદા ચાર સ્થળોએ કિલ્લેબંધી કરી છે

નવી દિલ્હી : પૂર્વ લડાખમાં આવેલા પેંગોંગ -ત્સો (પેંગોંગ સરોવર)ના ઉત્તર અને દક્ષિણ ભાગને જોડતો ૪૦૦ મીટરનો બ્રીજ બાંધી લીધા પછી અને હવે તે બ્રીજ નજીક કીલ્લેબંધી શરૂ કરી દીધી છે. તેની સેટેલાઈટ-ઈમેજીસ પણ ભારતે મેળવી છે. ૨૨મી જુલાઈએ એનડીટીબીએ આ બ્રીજની તસ્વીરો મેળવી પ્રસિદ્ધ પણ કરી હતી અને તેની ઉત્તર જતા વાહનો પણ તે તસ્વીરમાં દેખાયા હતા.

વાસ્તવમાં ચીને ભારતનો આ પ્રદેશ દગાખોરી કરી હસ્તગત કરી લીધો હતો. આ ખુર્નાક કિલ્લો પાનગોંગ-ત્સોના ઉત્તર તટ ઉપર આવેલો છે. તેમાં બે હેવીમેડઝ્ પણ બાંધવામાં આવ્યા છે. ૧૯૬૨માં યુદ્ધ સમયે આ કિલ્લો ચીન દ્વારા લડાખમાં કરવામાં આવતી તમામ લશ્કરી કાર્યવાહી માટેના હેડ-ક્વાટર તરીકે કામમાં લેવાનો હતો. તેમાં બે હેવી-મેડઝ પણ છે.

આ કિલ્લો માત્ર રક્ષણ માટે જ નથી પરંતુ તેમાં એર-ડીફેન્સ સીસ્ટમ્સ પણ ગોઠવવામાં આવી છે. આ પાનગોંગ-લેઈકને સમાન્તર રોડ પણ જાય છે જે સેનાની ટુકડીઓને ઝડપભેર અહીંતહીં લઈ જવાની સરળતા કરી આપે છે.

આ અંગે વિદેશ મંત્રાલયનો સંપર્ક સાધતા મંત્રાલયે પત્રકારોને જણાવ્યું હતું કે ''આ બ્રીજ ચીને ગેરકાયદે પચાવી પાડયો ભારતના પ્રદેશમાં બાંધવામાં આવ્યો છે. આ વિસ્તાર છેલ્લા સાઈઠેક વર્ષીય ચીનના કબ્જામાં છે. ભારતે કદી આ ગેરકાયદે કબ્જાને સ્વીકાર્યો નથી તે તો તમો સર્વે જાણો જ છો.''

૨૦૨૦ના મે મહિનાથી ભારત અને ચીન વચ્ચે આ વિસ્તારમાં ''યુદ્ધ'' થયું હતું. જેમાં ભારતના અને ચીનના જવાનો વચ્ચે હાથો હાથથી મારામારી થઈ હતી. તેમાં ભારતના ૨૦ જવાનો શહીદ થયા હતા. તો બીજી તરફ ચીને પ્રસાર માધ્યમોને જણાવ્યું હતું કે ''ભારતના ૨૦ સૈનિકો માર્યા ગયા છે. જ્યારે આપણા ચાર જ સૈનિકો શહીદ થયા છે.'' પરંતુ ખરી વાતે તે હતી કે ચીનના ૪૦ સૈનિકોને ભારતના જવાનોએ ''સ્વધામ'' પહોંચાડયા હતા.

મે ૨૦૨૦માં થયેલા આ સંઘર્ષમાં માર ખાધા પછી ચીને પાનગોંગ લેઈકમાં આવેલી બે નાની નાની ભૂશિરો, ફિંગર-૪ અને ફિંગર પાંચની વચ્ચે સરોવરના ઉત્તરના કાંઠે બીજા બાંધકામને પણ કર્યાં હતાં. પરંતુ મે ૨૦૨૦ પછી બંને દેશોના લશ્કરી અધિકારીઓને તે વિસ્તારમાં શાંતિ જાળવવા સહમતિ સાધી હતી. અને તે વિસ્તારને ''ડી-મિલીટરાઈઝડ-ઝોન'' રાખવા સંમત થયા હતા. તેમ છતાં ચીને તેની પુરાણી આદત પ્રમાણે ફરી દગાખોરી કરી પાનગોંગા લેઈક ઉપર મજબુત લશ્કરી અણુ સ્થાપવા ઉપરાંત આજુબાજુના વિસ્તારોમાં પણ નાના નાના થાણા સ્થાપી દીધા છે.

જોકે ભારત પણ જાગૃત છે. તે ચીનની દરેક હરકત ઉપર નજર રાખે છે. સાથે આ વિસ્તારમાં રોડ બનાવવા સાથે અન્ય સુવિધાઓ પણ સેના માટે કરી છે. ભારતે ઈન્ફ્રાસ્ટ્રકચર વ્યાપક બનાવ્યું છે.


Google NewsGoogle News