પહલગામ હુમલાની ચીને મોડી મોડી ટીકા કરી પરંતુ તે ત્રાસવાદી હુમલો હતો તેમ ન કહ્યું
- અમે આ હુમલાને સખત વિરોધ કરીએ છીએ, ચીન દરેક પ્રકારની માનવ હત્યાની વિરૂદ્ધ છે. મૃતકોનાં સગાં વહાલાં પ્રત્યે અમારી સહાનુભૂતિ છે
બૈજિંગ : પહેલગામ હુમલાની ચીને મોડી મોડી ટીકા કરી, પરંતુ તે ત્રાસવાદી હુમલો હતો તેમ કહ્યું ન હતું. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જીયાકુને, એક પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતાં બુધવારે તે હુમલામાં મૃતકોનાં સગાં સંબંધીઓ પ્રત્યે દિલસોજી દર્શાવી હતી.
આ પત્રકાર પરિષદમાં જ્યારે તેમને પહેલગામ હુમલા વિષે પૂછવામાં આવ્યું ત્યારે તેઓને કહ્યું ચીન આવા હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢે છે. ચીન દરેક પ્રકારની માનવ હત્યાની વિરૂદ્ધ જ છે. મૃતકોનાં સગાં વહાલાં પ્રત્યે અમારી સંપૂર્ણ સહાનુભૂતિ છે. ઉલ્લેખનીય છે કે જીયાકુને તેમાં તે હુમલો ત્રાસવાદી હુમલો હતો તેમ કહ્યું ન હતું.
દુનિયાભરમાંથી ભારતને મળેલા શોક સંદેશ અને આશ્વાસન સંદેશમાં તે હુમલો ત્રાસવાદી હુમલો હતો તેમ કહેવાયું હતું. અને ત્રાસવાદી હુમલામાં માર્યા ગયેલાઓને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી.
ચીનના ભારત સ્થિત રાજદૂત શું ફીહોંગે ઠ ઉપર લખ્યું આ હુમલાથી આઘાત લાગ્યો છે. મૃતકોનાં સગાં વહાલાંઓ પ્રત્યે અમારી અંતરથી સહાનુભૂતિ છે. ઇજાગ્રસ્તો પ્રત્યે પણ અમારી સહાનુભૂતિ છે. અમો દરેક પ્રકારની માનવ હિંસા અને ત્રાસવાદ વિરૂદ્ધ છીએ.
ઉલ્લેખનીય છે કે ચીની રાજદૂતે પણ તે હૂમલો ત્રાસવાદી હુમલો હતો તેમ કહ્યું નથી.
વાત સીધી છે ચીન તથા આખી દનિયા જાણે છે કે તે ત્રાસવાદીઓ પાછળ પાકિસ્તાન હતું. ચીન પોતાનાં પાલતુની ટીકા કેમ કરી શકે ?