Get The App

ચીન અમેરિકાથી આગળ નીકળ્યું! ભારત પાસેથી કરી અઢળક કમાણી, ડેટામાં થયો ચોંકાવનારો ખુલાસો

Updated: Dec 15th, 2024


Google NewsGoogle News
ચીન અમેરિકાથી આગળ નીકળ્યું! ભારત પાસેથી કરી અઢળક કમાણી, ડેટામાં થયો ચોંકાવનારો ખુલાસો 1 - image

China became India's largest trading partner : ભારત અને ચીન વચ્ચેનો સરહદી વિવાદ અવારનવાર ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર પણ દરરોજ ચાઈનીઝ સામાનનો વિરોધ કરવાનો વિવાદ ચાલતો હોય છે. પરંતુ જ્યારે તમે ભારત અને ચીન વચ્ચેના વેપારના વાસ્તવિક આંકડાઓને જુઓ તો એ તમને આશ્ચર્યચકિત કરી મૂકશે. ખાસ કરીને ભારત દ્વારા ચીનમાંથી આયાત કરવામાં આવતા માલસામાનનો ડેટા વેપારની દ્રષ્ટીએ ભારત માટે નુકશાનકારક છે. 

વર્ષ 2024-25માં ચીન બન્યું ભારતનું સૌથી મોટું ટ્રેડીંગ પાર્ટનર 

અમેરિકા ભારતનું વર્ષ 2023માં સૌથી મોટું વેપારી ભાગીદાર હતું. પરંતુ ચીને વર્ષ 2024માં આ દરજ્જો પાછો અમેરિકા પાસેથી મેળવી લીધોછે. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ(GTRI) દ્વારા મે 2024માં વેપારને લઈને જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, નાણાકીય વર્ષ 2024માં ભારત અને ચીન વચ્ચે દ્વિપક્ષીય વેપાર લગભગ $118.4 બિલિયન રહ્યો હતો. જો કે, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર, ચાલુ નાણાકીય વર્ષ 2024-25માં એપ્રિલથી ઓગસ્ટ સુધીમાં  અમેરિકાએ વેપારના મામલામાં ચીનને નજીવા માર્જિનથી પાછળ છોડી દીધું છે. અને હવે તે ટોચ પર પહોંચી ગયું છે. આ સમયગાળા દરમિયાન અમેરિકા અને ભારત વચ્ચે કુલ 53 અબજ ડોલરનો વેપાર થયો હતો. જ્યારે ભારત અને ચીન વચ્ચેનો વેપાર 52.43 અબજ ડોલર રહ્યો હતો.

ચીન પાસેથી ભારતની સતત વધતી આયાત 

ચાલુ નાણાકીય વર્ષ 2024-25માં એપ્રિલથી ઓગસ્ટ સુધીમાં ચીને ભારતને 46.6 અબજ ડોલરનો સામાન વહેંચ્યો હતો. જ્યારે, ભારતે ચીનને 5.7 અબજ ડોલરનો માલસમાન મોકલ્યો હતો. જે ભારતે ચીન પાસે કરેલા આયાતના માત્ર 8 ટકા છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડેટા અનુસાર વર્ષ 2023-24માં ભારતે ચીન પાસેથી 101 અબજ ડોલરની આયાત કરી હતી. 

ભારતની ચીન પાસેથી નિકાસમાં 28 ટકાનો મોટો ઘટાડો

જો કે આ વર્ષે ભારતની ચીન પાસેથી નિકાસમાં 28 ટકાનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે ભારતની આયાત 98.5 અબજ ડૉલર પર પહોંચી ગઈ હતી. વર્ષ 2023ની વાત કરીએ તો આ વર્ષે બંને દેશો વચ્ચે 118 અબજ ડોલરનો વેપાર થયો હતો. જેમાં ભારતની આયાત 101 અબજ ડોલર અને નિકાસ માત્ર 16.6 અબજ ડોલર રહી હતી.

એક અહેવાલ અનુસાર, જો આપણે વર્ષ 2019ની વાત કરીએ તો ભારત અને ચીન વચ્ચે લગભગ 82 અબજ ડોલરનો વેપાર થયો હતો. જેમાં ભારતે ચીન પાસેથી આયાત 65 અબજ ડોલર અને નિકાસ 16 અબજ ડોલરની કરી હતી. જયારે વર્ષ 2020માં બંને દેશો વચ્ચે લગભગ 86.5 અબજ ડોલરનો વેપાર થયો હતો. જેમાં આયાત 65 અબજ ડોલરથી વધુ અને નિકાસ 21 અબજ ડોલરની રહી હતી.

ચીન અમેરિકાથી આગળ નીકળ્યું! ભારત પાસેથી કરી અઢળક કમાણી, ડેટામાં થયો ચોંકાવનારો ખુલાસો 2 - image



Google NewsGoogle News