ચીને શત્રુ સૈનિકોને ક્ષણમાં આંધળા કરી દેતો હથિયાર વિકસાવ્યો, લોખંડને ઓગાળી નાખે એવો છે લેઝર ડ્રોન
Representative image |
Chinese Laser Beam Drones: સરહદ પર ચીનની નાપાક ગતિવિધિઓથી બધાં વાકેફ છે. ડ્રેગન તેની વિસ્તરણવાદની નીતિ કારણે દરેક પડોશી દેશ સાથે સરહદ વિવાદમાં ફસાયેલો છે. હવે ચીને એવું પગલું ભર્યું છે જે ઘણાં દેશો માટે ચિંતાનો વિષય છે. ચીને લોખંડનને ઓગાળી નાખે એવું લેસર બીમ ડ્રોન તૈયાર કર્યું છે. આ લેસર બીમ ડ્રોનથી દુશ્મનોના હથિયારોને ઓગાળી શકાય છે. એટલું જ નહીં, યુદ્ધ દરમિયાન તેની મદદથી અન્ય દેશોના સૈનિકોના ચહેરા અને આંખોને નુકસાન પહોંચાડી શકે છે.
ચીને અનેક દેશોને ચિંતામાં મુક્યા
અહેવાલો અનુસાર, ચીને આ ખતરનાક લેસર બીમ ડ્રોનનો વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયો જોયા બાદ ભારત અને અમેરિકા સહિત ઘણા દેશો ચિંતામાં છે. જો ચીન આ લેસર ડ્રોનનો ઉપયોગ કોઈપણ દેશ સાથેના યુદ્ધમાં કરે છે તો તેની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તે હથિયારો અને મિસાઈલો કરતાં અનેકગણું ખતરનાક હશે.
આ લેસર ડ્રોન હાડકાંને પણ ઓગાળી શકે છે
માત્ર 1080 નેનોમીટરની તરંગલંબાઇ ધરાવતું ઇન્ફ્રારેડ લેસર માત્ર પાંચ માઇક્રોવોટની શક્તિથી અંધાપાનું કારણ બની શકે છે. આ સૈનિકોની આંખોને નુકસાન કરનાર લેસરની તીવ્રતા આના કરતા 20 કરોડ ગણી વધારે છે. તે ચોરસ સેન્ટીમીટર દીઠ એક કિલોવોટના ઇન્ફ્રારેડ લેસરનું ઉત્સર્જન કરે છે. તે હાડકાંને પણ બાળીને રાખ બનાવી શકે છે.
ભારત સાથેના સંબંધો સુધર્યા
ભારત અને ચીન વચ્ચેના સંબંધો તાજેતરના સમયમાં સુધર્યા છે. ભારત અને ચીન વચ્ચે પૂર્વી લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર પેટ્રોલિંગ અને સૈનિકોને છૂટા કરવા અંગે એક કરાર થયો હતો, જે ચાર વર્ષ જૂના સ્ટેન્ડઓફને સમાપ્ત કરવાની એક મોટી સફળતા છે.