અમેરિકાનું કટ્ટર દુશ્મન હવે પેલેસ્ટાઈન-ગાઝાના સમથર્નમાં, ઈઝરાયલનું ટેન્શન વધી ગયું

Updated: May 30th, 2024


Google NewsGoogle News
અમેરિકાનું કટ્ટર દુશ્મન હવે પેલેસ્ટાઈન-ગાઝાના સમથર્નમાં, ઈઝરાયલનું ટેન્શન વધી ગયું 1 - image


Beijing Summit 2024 : ઈઝરાયેલે દક્ષિણ ગાઝા પટ્ટીના રાફા શહેરમાં હુમલો કર્યા બાદ ઈઝરાયેલ-હમાસ યુદ્ધ (Israel-Hamas War) ફરી ચર્ચામાં આવ્યું છે. તો બીજીતરફ ચીનના બીજિંગમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping) સહિત અરબ દેશોના નેતાઓ વચ્ચે આજથી (30 મે) શિખર સંમેલનની શરૂઆત થઈ છે. જિનપિંગે સંમેલનમાં ગાઝા (Gaza)માં પ્રભાવિત લોકો માટે માનવીય મદદ કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત તેમણે પેલેસ્ટાઈન મુક્તના નારાને પણ ફરી બુલંદ કર્યો છે.

જિનપિંગે ગાઝાની મદદ કરવા મોટી જાહેરાત કરી

જિનપિંગે આજે ચીન-આરબ સ્ટેટ્સ કોઑપરેટિવ ફોરમનું ઉદઘાટન કરતી વખતે કહ્યું કે, ‘ઓક્ટોબર-2023થી પેલેસ્ટાઈન અને ઈઝરાયેલ (Israeli-Palestinian War) વચ્ચે સંઘર્ષ વધ્યા બાદ ત્યાં લોકો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. યુદ્ધ અનિશ્ચિતકાળ સુધી ચાલુ ન રાખવું જોઈએ.’ આ દરમિયાન તેમણે ગાઝાની મદદ કરવા માટે 500 મિલિયન યુઆન એટલે કે 69 મિલિયન ડૉલર આપવાનું પણ વચન આપ્યું છે. આ ઉપરાંત તેમણે ઈઝરાયેલ-હમાસ યુદ્ધના શરણાર્થિઓને મદદ કરતી સંયુક્ત રાષ્ટ્રની એક એજન્સીને ત્રણ મિલિયન ડૉલરનું દાન આપવાનું પણ વચન આપ્યું છે. 

યુદ્ધમાં અત્યાર સુધીમાં 36000 પેલેસ્ટાઈનીઓના મોત

ગાઝા આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ યુદ્ધમાં અત્યાર સુધીમાં 36000થી વધુ પેલેસ્ટાઈનીઓના મોત થયા છે. યુદ્ધમાં પેલેસ્ટાઈનનું સમર્થ કરી રહેલા આરબ દેશો બાદ ચીન પણ તેનું સમર્થન કરી રહ્યું છે. રવિવારે ઈઝરાયેલે ગાઝાના રફા (Rafah)માં હુમલો કર્યો હતો, જેમાં 45 લોકોના મોત થયા હતા. ત્યારબાદ વિશ્વભરમાં ઈઝરાયેલની ટીકા થઈ રહી છે. ચીન ઘણા સમયથી પેલેસ્ટાઈનું સમર્થન કરતું રહ્યું છે અને તેણે ઈઝરાયેલની ટીકા પણ કરી છે. બીજીતરફ અમેરિકા (America) ઈઝરાયેલના પક્ષમાં છે. હમાસે સાત ઓક્ટોબર-2023ના રોજ ઈઝરાયેલ (Israel-Hamas War) પર હુમલો શરૂ કર્યા બાદ અમેરિકાએ હમાસની ટીકા કરી હતી.


Google NewsGoogle News