Get The App

અમેરિકા વધુ બે દેશો વચ્ચે યુદ્ધ ભડકાવશે? હથિયારોનું મોટું ભંડાર આપતાં 'ડ્રેગન' અકળાયું, આપી ધમકી

Updated: Oct 27th, 2024


Google NewsGoogle News
અમેરિકા વધુ બે દેશો વચ્ચે યુદ્ધ ભડકાવશે? હથિયારોનું મોટું ભંડાર આપતાં 'ડ્રેગન' અકળાયું, આપી ધમકી 1 - image


China-Taiwan: ચીન અને તાઇવાન વચ્ચે તણાવ ખૂબ વધી ગયો છે. આ દરમિયાન, અમેરિકાએ તાઇવાનને 2 અરબ ડોલરના હથિયાર વેચવાની મંજૂરી આપી છે, જેમાં સપાટીથી હવામાં માર કરનારી મિસાઈલ ડિફેન્સ સિસ્ટમનો સપ્લાયનો પણ સમાવેશ થાય છે. યુએસના આ પગલાથી ચીન ભડકી ગયું છે. ચીનના વિદેશ મંત્રાલયે નિવેદન રજૂ કરીને કહ્યું કે, હથિયાર પેકેજ ચીનની સાર્વભૌમત્વ અને સુરક્ષાના હિતનું ગંભીર ઉલ્લંઘન કરે છે. તેનાથી ચીન અને અમેરિકાના સંબંધોને ગંભીર રૂપે નુકસાન થઈ શકે છે. સાથે જ, જળ સંધિઓમાં શાંતિ અને સ્થિરતા માટે પણ તે જોખમ છે. 

ચીને તાઈવાનને અમેરિકાના શસ્ત્રોના વેચાણના નવા જથ્થાને લઈને નિંદા કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ અમેરિકા સામે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું, 'અમે તેનો સખત વિરોધ કરી રહ્યાં છે. અમે સ્પષ્ટ કરી દીધું કે, બીજિંગ રાષ્ટ્રીય સાર્વભૌમત્વ, સુરક્ષા અને ક્ષેત્રીય અખંડતાની દ્રઢતાથી રક્ષા કરવા માટે તમામ જરૂરી ઉપાય કરશે.' વળી, તાઇવાનના રાષ્ટ્રપતિ કાર્યાલયે હથિયારના વેચાણને મંજૂરી આપવા માટે વોશિંગ્ટનનો આભાર માન્યો. દ્વીપના નવા રાષ્ટ્રપતિ લાઈ ચિંગ-તેના નેતૃત્વમાં તાઇવાન પોતાની રક્ષા શક્તિને વધારી રહ્યું છે. કારણકે, ચીને તેની સામે પોતાની સૈન્ય ક્ષમતાને વધારી દીધી છે. 

આ પણ વાંચોઃ 'વળતો હુમલો ના કરતાં નહીંતર...' ઈઝરાયલના હુમલામાં ઘાયલ ઈરાનને અમેરિકાની ધમકી

'તાઇવાનની આત્મરક્ષા ક્ષમતાને મજબૂતી'

ચીન તાઇવાન પર પોતાનો દાવો કરી રહ્યું છે. બીજિંગે છેલ્લાં અઠવાડિયામાં લાઈના પદભાર સંભાળ્યા બાદ બીજીવાર તાઇવાનને ઘેરતા એક યુદ્ધાભ્યાસ કર્યો હતો. રાષ્ટ્રપતિના પ્રવક્તા કુરેન કુઓએ કહ્યું, 'તાઇવાનની આત્મરક્ષા ક્ષમતાઓને મજબૂત કરવા ક્ષેત્રીય સ્થિરતા બનાવી રાખવાનો આધાર છે.' અમેરિકાના વિદેશ મંત્રાલયના રાજકીય-સૈન્ય મામલાના બ્યૂરો અનુસાર, સંભવિત હથિયાર વેચાણ કરારમાં સપાટીથી હવામાં માર કરનારી ત્રણ ડિફેન્સ સિસ્ટમ અને સંબંધિત ઉપકરણ સામેલ છે. તેની કિંમત 1.16 અરબ ડોલર સુધી છે. કરારમાં અનુમાનિત 82.8 લાખ ડોલર મૂલ્યની રડાર પ્રણાલી પણ સામેલ છે. 

આ પણ વાંચોઃ ભારત અને ચીન વચ્ચે સમાધાન થવા પાછળ કોનો હાથ? એસ. જયશંકરે વિગતવાર આપ્યો જવાબ

ચીનનો તાઇવાન સામે સૈન્ય અભ્યાસ

ચીને હાલમાં તાઇવાનથી જોડાયેલા દક્ષિણી ફુઝિયાન પ્રાંતના તટ પર સૈન્ય અભ્યાસ કર્યો, જેમાં ગોળી અને દારૂગોળાનો ઉપયોગ કરવામાં આવ્યો. ચીને તેને તાઇવાનના રાષ્ટ્રપતિ તરફથી તેના સાર્વભૌમત્વના દાવને નકારવાના કારણે દંડ સ્વરૂપ કરવામાં આવેલો અભ્યાસ જણાવ્યો છે. ચીને થોડા દિવસ પહેલાં તાઇવાન સામે વ્યાપક સ્તરે હવાઈ તેમજ સમુદ્રી અભ્યાસ કર્યો હતો. સમુદ્રી સુરક્ષા પ્રશાસનની નોટિસ મુજબ, આ અભ્યાસ ફુઝિયાન પ્રાંતના પિંગટન દ્વીપની નજીક કરવામાં આવ્યો છે. નોટિસમાં જહાજોને આ વિસ્તારમાં ન આવવાની ચેતવણી આપવામાં આી છે. જોકે, તેમાં વધુ વિસ્તૃત જાણકારી આપવામાં નથી આવી. 


Google NewsGoogle News