Get The App

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ચીને 100 પરમાણુ શસ્ત્રો ઉમેર્યા

Updated: Dec 20th, 2024


Google NewsGoogle News
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ચીને 100 પરમાણુ શસ્ત્રો ઉમેર્યા 1 - image


- ચીન પાસે હાલમાં 600 પરમાણુ શસ્ત્રો

- પેન્ટાગોનના રિપોર્ટ કોલ્ડ વોરની માનસિકતાથી ભરેલો હોવાનો ચીનનો દાવો 

વોશિંગ્ટન : ૨૦૨૪ના વર્ષમાં મધ્યપૂર્વ અને રશિયા-યુક્રેન આખુ વર્ષ દરમિયાન યુદ્ધમાં સંડોવાયેલા રહ્યા છે ત્યારે ચીન ચૂપકિદીથી તેનો પરમાણ શસ્ત્રોનો જથ્થો વધારતો રહ્યુ તેની કોઈને ખબર પણ ન પડી. તેણે પરમાણુ શસ્ત્રોના જથ્થામાં એક જ વર્ષમાં ૧૦૦નો ઉમેરો કર્યો.

૨૦૨૪નું આખુ વર્ષ રશિયા-યુક્રેન યુદ્ધ અને ઇઝરાયેલ-હમાસ યુદ્ધ અને પછી ઇઝરાયેલ લેબનોન યુદ્ધથી ગાજતા રહ્યા. અમેરિકામાં છપાયેલા એક રિપોર્ટ મુજબ  ૨૦૨૪ના વર્ષમાં ચીનની પરમાણુ શક્તિમાં અનેક ગણો વધારો થયો છે. 

પેન્ટાગોનના રિપોર્ટ મુજબ ચીન તેની પરમાણુ શક્તિ વધારી રહ્યું છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ચીને તાઇવાન તરફ તેની આક્રમકતા વધારી છે. છેલ્લા એક વર્ષમાં ચીન અને રશિયા ગાઢ સહયોગી તરીકે ઉભરી આવ્યા છે. ચીનની પાસે મે સુધીમાં લગભગ ૬૦૦ પરમાણુ શસ્ત્ર હતા. ૨૦૩૦ સુધીમાં આ આંકડો  ૧,૦૦૦થી પણ વધુ હશે. 

અમેરિકાના આ રિપોર્ટ પર ચીને જવાબ આપતા જણાવ્યું છે કે તે સેલ્ફ ડિફેન્સ માટે પરમાણુ નીતિને અપનાવે છે. ચીને હંમેશા પહેલા આક્રમણ ન કરવાની નીતિનું પાલન કર્યુ છે અને રાષ્ટ્રીય સુરક્ષા માટે જરૂરી પરમાણુ ક્ષમતાઓને હંમેશા લઘુત્તમ સ્તરે જાળવી છે. ચીનના દૂતાવાસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પેન્ટાગોનનો રિપોર્ટ કોલ્ડ વોરની માનસિકતાથી ભરેલો છે, જેનો ચીન વિરોધ કરે છે.


Google NewsGoogle News