ચીનમાં બની મોટી દુર્ઘટના, સ્કૂલ હોસ્ટેલમાં લાગી ભીષણ આગ, 13ના મોત
આ દુર્ઘટના મામલે સ્કૂલ સંચાલકની અટકાયત કરવામાં આવી
fire breaks out in China : ચીનમાં એક સ્કૂલ હોસ્ટેલમાં મોટી દુર્ઘટના બની છે જેમાં ચીનના હેનાન પ્રાંતમાં એક શાળાના હોસ્ટેલમાં ભયાનક આગ લાગી હતી. આ દુર્ઘટનામાં જેમાં 13 લોકોના મોત થયા છે.
આ દુર્ઘટના મામલે શાળાના સંચાલકની અટકાયત કરવામાં આવી
સ્થાનિક ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર આ ઘટના મધ્ય ચીનમાં હેનાન પ્રાંતના યાનશાનપુ ગામમાં બની હતી. શુક્રવારે રાત્રે આગ લાગવાની ઘટના બની હતી અને ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ દુર્ઘટના મામલે નાન્યાંગ શહેરની નજીક સ્થિત સ્કૂલ સંચાલકની અટકાયત કરવામાં આવી છે અને આ દુર્ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. હજુ સુધી આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. આ ઘટનામાં કુલ 13 લોકોના મોત થયા છે.
ચીનમાં અગાઉ પણ આગ લાગવાની ઘટના બની છે
અગાઉ 2023ની નવેમ્બરમાં ઉત્તર ચીનના શાંક્સી પ્રાંતમાં કોલસા કંપનીની ઓફિસમાં ભયાનક આગ લાગી હતી, જેમાં 26 લોકોના મોત થયા હતા. આ ઘટનામાં 10થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સિવાય ગયા વર્ષે એપ્રિલમાં બેઇજિંગની એક હોસ્પિટલમાં લાગેલી આગમાં 29 લોકોના મોત થયા હતા.