Get The App

ચિલીના જંગલોમાં ભયાનક આગ ફાટી નીકળી, 46 લોકોના મોત, 1000 ઘર બળીને ખાખ

આગને કારણે હજારો હેક્ટર જંગલનો નાશ થયો

મૃતકોની સંખ્યામાં વધારો થવાની શક્યતા

Updated: Feb 4th, 2024


Google NewsGoogle News
ચિલીના જંગલોમાં ભયાનક આગ ફાટી નીકળી, 46 લોકોના મોત, 1000 ઘર બળીને ખાખ 1 - image


Extreme Wildfires In Chile : મધ્ય અને દક્ષિણ ચિલી (Chile)ના ગીચ વસ્તીવાળા વિસ્તારની આસપાસ જંગલમાં ભીષણ આગ (wildfires) ફાટી નીકળી છે. આ ભીષણ આગમાં 46 લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે તેમજ  મૃતકોની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે. આગને કારણે 1100થી વધુ મકાનો બળીને ખાખ થયા છે. 

ભયાનક આગને કારણે ચિલીની સરકારે કટોકટીની સ્થિતિ જાહેર કરી

ચિલીના જંગલોમાં આગ લાગવાની ઘટનાઓ નવી વાત નથી, પરંતુ આગ લાગવાને કારણે અનેક લોકોના મોત થાય છે. અહીં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે અને આ જ કારણ છે કે સંકટ વધારે વધી ગયું છે. આગ મુખ્યત્વે દરિયાકાંઠે આવેલા વાલપરાઈસો પ્રવાસી વિસ્તારની આસપાસ ફાટી નીકળી હતી, જ્યાં હજારો હેક્ટર જંગલનો નાશ થયો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કહેવામાં આવી રહ્યું છે કે આગ ફેલાઈ રહી છે, જેના કારણે સંકટ વધી રહ્યું છે. ભયાનક આગને કારણે ચિલીની સરકારે કટોકટીની સ્થિતિ જાહેર કરી છે.

ચિલીના જંગલોમાં ભયાનક આગ ફાટી નીકળી, 46 લોકોના મોત, 1000 ઘર બળીને ખાખ 2 - image


Google NewsGoogle News