ઓસ્ટ્રેલિયામાં 16 વર્ષથી નાના બાળકો સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવી નહીં શકે
- ઓસ્ટ્રેલિયાની સંસદમાં કાયદો પસાર
- બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ બદલ મા-બાપને રૂ. 275 કરોડ સુધીના દંડની જોગવાઈ
સિડની : ઓસ્ટ્રેલિયાની સંસદમાં બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવવા પર પ્રતિબંધ લગાવનારૂ બિલ પસાર કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયાના બાળકો પર દુષ્પ્રભાવને ધ્યાને લઈને ઓસ્ટ્રેલિયાની સરકારે આ નિર્ણય લીધો છે.
નવા કાયદા અનુસાર, ૧૬ વર્ષથી નાની ઉંમરના બાળકો ટિકટોક, ફેસબુક, સ્નેપચેટ, રેડિટ. એક્સ અને ઈન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયા સાઈટ્સ પર એકાઉન્ટ નહીં બનાવી શકે. હવેથી બાળકો સોશિયલ મીડિયા એકાઉન્ટ ન બનાવે તેની જવાબદારી માતા-પિતાની રહેશે. જો તેઓ તેમ નથી કરતા તો તેમને લગભગ રૂ. ૨૭૫ કરોડનો દંડ ફટકારવામાં આવશે.
ઓસ્ટ્રેલિયામાં નવો કાયદો બનતાની સાથે જ સોશિયલ મીડિયા સાઈટ્સ ૧૬ વર્ષથી નાની ઉંમરના બાળકોના એકાઉન્ટ હટાવવા મજબૂર બનશે. આ સાથે હવેથી સોશિયલ મીડિયા કંપનીઓ યુઝર્સના પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાઈસન્સ જેવા સરકારી ડોક્યુમેન્ટ્સ માંગી શકશે નહીં અને ડિજિટલ વેરિફિકેશન માટે પણ સરકારી દસ્તાવેજોનો ઉપયોગ કરી શકશે નહીં.
વિરોધ પક્ષના નેતાએ ઓસ્ટેિ્રલયન સરકારના નવા કાયદાનો વિરોધ કર્યો હતો.
તેમણે કહ્યું કે, માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતોનું માનવું છે કે, આ પ્રતિબંધ એવા છોકરાઓ માટે ખતરનાક છે જેઓ સમર્થન મેળવવા અને એકલતા દૂર કરવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. આ નીતિ ગામડા અને એલજીબીટીક્યુ સમુદાયના બાળકોને નુકસાન પહોચાડશે.