પોલિનેશનની સિઝનમાં જન્મતા બાળકોને અસ્થમાની શકયતા વધુ

ફૂલો પરાગરજ વધવાથી લોહીમાં એન્ટીબોડિઝનું પ્રમાણ વધે છે

હવામાં તરતી અબજો પરાગરજ જે એલર્જીનું કારણ બને છે

Updated: Sep 17th, 2024


Google NewsGoogle News
પોલિનેશનની સિઝનમાં જન્મતા  બાળકોને અસ્થમાની શકયતા વધુ 1 - image


ન્યૂયોર્ક,૧૭ સપ્ટેમ્બર,૨૦૨૪,મંગળવાર 

વધતા જતા વાયુ પ્રદૂષણના કારણે એલર્જી અને અસ્થમાની તકલીફ વધતી જાય છે. એક રિસર્ચ મુજબ જયારે ખેતરના પાકો અને વૃક્ષોમાં પરાગરજ બેસવાનો સમય (પોલિનેશનની સિઝન) ચાલતી હોય તે ગાળામાં જન્મ લેતા બાળકોને ભવિષ્યમાં અસ્થમાની તકલીફ થવાની શકયતા વધારે રહે છે. એટલું જ નહી શ્વાસની હંગામી બીમારીથી પીડાતા દર્દીઓને ખાંસી તથા એલર્જીની બીમારી વધુ થાય છે. 

આમ તો દરેક દેશોમાં પોલિનેશનનો સમય હવામાન મુજબ જુદો જુદો હોય છે. ભારતમાં વસંતઋતુ દરમિયાન તેની શકયતા વધારે રહે છે. મે થી જુલાઇ મહિનાના સમય દરમિયાન પોલિનેશન એટલે કે ફૂલો પર પરાગરજ આવવાનો સમય હોય છે. આ સમયે અબજો પરાગરજ હવામાં તરતી રહે છે તેનો સામનો કરવા માટે લોહીમાં એન્ટીબોડિઝનું પ્રમાણ વધી જાય છે. તેને ઇમ્યૂનોગ્લોબુલિન (આઇ,જી) કહેવામાં આવે છે. 

પોલિનેશનની સિઝનમાં જન્મતા  બાળકોને અસ્થમાની શકયતા વધુ 2 - image

જે શરીરને બેકટેરિયા, વાઇરસ અને એલર્જીક તત્વો સામે રક્ષણ સામે રક્ષણ કરે છે. સંશોધનોમાં પણ સાબીત થયું છે કે લોહીમાં આઇજી નું વધુ પ્રમાણ ધરાવતા બાળકોમાં પાછળથી એલર્જી વિકસિત થવાની શકયતા વધી જાય છે. ઓસ્ટ્રેલિયા,જર્મની અને ડેન્માર્કમાં પીક પોલિનેશન સમય થયેલા બાળકોના સ્ટડી સંશોેધનોમાં સાબીત થયું છે કે એલર્જીની બીમારીને શરુઆતથી જ ઓળખી લેવામાં આવે તો તેનાથી બચીને સ્વસ્થ જીવન જીવી શકાય છે.


Google NewsGoogle News