Get The App

VIDEO: શિકાગોમાં વિમાનની લેન્ડિંગ વખતે જ બીજું વિમાન સામે આવ્યું, સેંકડોના જીવ તાળવે ચોંટ્યા

Updated: Feb 26th, 2025


Google NewsGoogle News
Chicago Plane Collision


Chicago Plane Collision: અમેરિકામાં પાયલોટની સમજદારીને કારણે મોટી વિમાન દુર્ઘટના ટળી હતી. શિકાગોના મિડવે એરપોર્ટ પર ઉતરતી વખતે રનવે પર બીજું પ્લેન આવી ગયું હતું એટલા માટે સાઉથ વેસ્ટ એરલાઈન્સના વિમાને અચાનક ફરીથી ટેકઓફ કરવું પડ્યું હતું. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. 

વીડિયો સામે આવ્યો

એરપોર્ટ વેબકેમનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં દેખાઈ રહ્યું છે કે સાઉથવેસ્ટ વિમાન મંગળવારે સવારે 8.50 કલાકે ઉતરી જ રહ્યું હતું કે જમીનને સ્પર્શ્યા પછી તે ફરી ઉડવાનું શરૂ કરે છે. કારણ કે રનવે પર બીજું પ્લેન દેખાય છે.

આ મામલે સાઉથવેસ્ટ એરલાઈન્સે શું કહ્યું?

બાદમાં આ ઘટનાની વિગતો શેર કરતા, સાઉથવેસ્ટ એરલાઈન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સાઉથવેસ્ટ ફ્લાઈટ 2504 સુરક્ષિત રીતે ઉતરી ગઈ હતી અને રનવેમાં પ્રવેશતા અન્ય એરક્રાફ્ટ સાથે સંભવિત અથડામણને ટાળવા માટે ક્રૂએ સાવચેતીભર્યું ગો-અરાઉન્ડ કર્યું હતું. ક્રૂએ સલામતી પ્રક્રિયાઓનું પાલન કર્યું અને એરક્રાફ્ટ લેન્ડ થયું.

FAAએ તપાસ શરૂ કરી

અધિકારીઓએ જણાવ્યું હતું કે સંભવિત અથડામણને ટાળવા માટે ક્રૂએ ઝડપથી કાર્યવાહી કરી હતી. ઘટના બાદ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને મામલાની તપાસ શરૂ કરી દીધી છે. વીડિયો જોયા બાદ સ્પષ્ટ થાય છે કે રનવે પર અન્ય પ્લેનની ખોટી એન્ટ્રીના કારણે આ ઘટના બની છે.

VIDEO: શિકાગોમાં વિમાનની લેન્ડિંગ વખતે જ બીજું વિમાન સામે આવ્યું, સેંકડોના જીવ તાળવે ચોંટ્યા 2 - image


Google NewsGoogle News