દુનિયામાં સૌથી સસ્તું ઈન્ટરનેટ આ દેશમાં ઉપલબ્ધ છે, કિંમત છે ચોંકાવનારી
દુનિયાભરમાં એવા ઘણા દેશો છે જ્યાં ઇન્ટરનેટ ડેટાની કિંમત ઘણી ઓછી છે
Cheapest internet service in the world: આજના જમાનામાં ઈન્ટરનેટ કેટલું મહત્ત્વપૂર્ણ બની ગયું છે તે તો બધા જાણે જ છે. એવામાં પણ જયારે મોબાઈલ ડેટાની વાત આવે ત્યારે ત્યારે મોટાભાગના લોકોની નજર સસ્તા પ્લાનમાં ક્યાંથી વધુ ઇન્ટરનેટ મળી શકે તેના પર હોય છે. પરંતુ શું તમે જાણો છો, દુનિયામાં કેટલાક એવા દેશ છે જ્યાં ઇન્ટરનેટ પેક ખૂબ સસ્તું છે. ચાલો જાણીએ.
સૌથી સસ્તું ઈન્ટરનેટ આ દેશોમાં મળે છે
વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સ અનુસાર ઇઝરાયેલમાં સૌથી સસ્તું ઈન્ટરનેટ પેક મળે છે. ત્યાં 1 જીબી ડેટાની કિંમત રૂ. 1.66 છે. આ લિસ્ટમાં બીજા નંબરે 7.48 રૂપિયામાં 1 જીબી ડેટા પેક સાથે ઈટાલીનું નામ આવે છે. તેમજ સૌથી સસ્તું ઈન્ટરનેટ પેક આપતા દેશમાં ત્રીજા નંબરે પાકિસ્તાનનું નામ આવે છે. ત્યાં 1 જીબી ડેટા 9.97 રૂપિયામાં આપવામાં આવે છે.
સૌથી મોંઘુ ઈન્ટરનેટ આપતા દેશ
જૂનથી સપ્ટેમ્બર 2023 સુધીના ડેટા અનુસાર દુનિયામાં સૌથી મોંઘો ડેટા ક્યાં અને કઈ કિંમતે મળે છે એવો પ્રશ્ન પણ થાય, તો દુનિયાનું સૌથી મોંઘુ ઈન્ટરનેટ વહેંચતો દેશ ફોકલેન્ડ આઈલેન્ડ છે. ત્યાં 1 જીબી ડેટા $40.58 એટલે કે 3,340 રૂપિયામાં આપવામાં આવે છે. આ સિવાય કોલંબિયા, બાંગ્લાદેશ, મલેશિયા, ઈન્ડોનેશિયા, પોલેન્ડ, ચીન અને બ્રાઝિલમાં પણ ડેટાની કિંમત ઘણી વધારે છે.