Get The App

ચેટ જીપીટીના સીઇઓ સામ અલ્ટમેન પર તેની બહેને જાતીય સતામણીનો કેસ નોંધાવ્યો

Updated: Jan 9th, 2025


Google NewsGoogle News
ચેટ જીપીટીના સીઇઓ સામ અલ્ટમેન પર તેની બહેને જાતીય સતામણીનો કેસ નોંધાવ્યો 1 - image


- સામ અલ્ટમેને બહેન એનીના આરોપોને નકારી કાઢ્યા

- આઠ વર્ષ સુધી સામ અલ્ટમેને જાતીય સતામણી કરી હોવાનું જણાવી એનીએ વળતરની માંગણી કરી

ન્યુ યોર્ક : યુએસમાં ચેટ જીપીટી બનાવનારી કંપની ઓપનએઆઇના સીઇઓ સામ અલ્ટમેન પર તેની બહેન એમી અલ્ટમેને જાતીય સતામણી કરવાનો આરોપ મુકી ડિસ્ટ્રિકટ કોર્ટમાં કેસ નોંધાવ્યો હતો. જો કે, સામ અલ્ટમેને તમામ આરોપોને પાયાવિહોણાં ગણાવી નકારી કાઢ્યા હતા. એની અલ્ટમેને સામ અલ્ટમેન સામે ખટલો ચલાવી તેની પાસેથી ૭૫૦૦૦ ડોલરનું વળતર અપાવવાની પણ માંગણી અદાલત સમક્ષ કરી હતી. 

એની અલ્ટમેને એક કેસ કરી તેના ભાઇ સામ અલ્ટમેન આરોપ મુક્યા છે કે ૧૯૯૭થી ૨૦૦૬ સુધી એમ આઠ વર્ષ સુધી તેની સાથે જાતીય દુરાચાર કર્યો હતો. એ સમયે સામ અલ્ટમેન બાર વર્ષનો અને એનીની ઉંમર ત્રણ વર્ષની હતી. એનીએ એવો દાવો કર્યો છે કે તે અઠવાડિયામાં અનેકવાર તેની સાથે જાતીય દુરાચાર આચરતો હતો. જેમાં મુખમૈથુન અને સંભોગનો પણ સમાવેશ થાય છે. સીએનબીસી દ્વારા આ માહિતી તેના અહેવાલમાં અપાઇ હતી. 

બીજી તરફ સામ અલ્ટમેને એક્સ પ્લેટફોર્મ પર લાંબી પોસ્ટ મુકી પોતાની સામે તેની બહેન એમીએ કરેલાં આક્ષેપોને નકારી કાઢ્યા હતા. સામ અલ્ટમેન પર કરવામાં આવેલાં કેસમાં એવો પણ આરોપ મુકવામાં આવ્યો છે કે આને કારણે એની અલ્ટમેનને અનેક પ્રકારની શારીરિક અને માનસિક પીડાઓ ભોગવવી પડી છે. જેમાં હતાશા, માનસિક તંગદિલી અને ચિંતાતુર રહેવાની સમસ્યાનો સમાવેશ થાય છે. એનીએ આ કેસ કરી જણાવ્યું છે કે કોર્ટની જ્યુરી સામ અલ્ટમેન સામે ખટલો શરૂ કરે અને તેને ૭૫૦૦૦ ડોલર એટલે કે ૬૪ લાખ રૂપિયાનું વળતર અપાવે.

સામ અલ્ટમેન અને તેના પરિવાર તરફથી જણાવવામાં આવ્યું હતું કે એની માનસિક સમસ્યાઓનો સામનો કરી રહી છે. અમે તેને દરમહિને નાણાંકીય સહાય કરી રહ્યા છીએ. અમે તેમને વિવિધ રીતે નાણાંકીય સહાય કરી હોવા છતાં તેણે હવે કોર્ટમાં કેસ કર્યો હોઇ અમારી સામે હવે કોઇ વિકલ્પ રહ્યો નથી.  


Google NewsGoogle News