OpenAIએ સેમ ઓલ્ટમેનની હકાલપટ્ટી કરી, ભારતીય મૂળના મીરા મૂર્તિ વચગાળાના CEO બન્યા

બોર્ડને હવે ઓલ્ટમેનની ક્ષમતાઓમાં વિશ્વાસ નથી

Updated: Nov 18th, 2023


Google NewsGoogle News
OpenAIએ સેમ ઓલ્ટમેનની હકાલપટ્ટી કરી, ભારતીય મૂળના મીરા મૂર્તિ વચગાળાના CEO બન્યા 1 - image


OpenAI Fires Sam Altman : ChatGPITના નિર્માતા અને OpenAI તરફથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ChatGPIT બનાવનાર કંપની OpenAIના સહ-સ્થાપક અને CEO સેમ ઓલ્ટમેન (Sam altman)ને પદ પરથી હટાવવામાં આવ્યા છે.

કંપની કાયમી CEOની શોધ પણ ચાલુ રાખશે

બોર્ડને હવે ઓલ્ટમેનની ક્ષમતાઓ પર વિશ્વાસ નથી, આ કારણે ઓલ્ટમેને તેમના પદ પરથી રાજીનામું આપવું પડશે. OpenAIએ ગઈકાલે આ માહિતી આપી હતી. પૂર્વ CEO ઓલ્ટમેને સોશ્યલ મીડિયામાં માહિતી આપતા લખ્યું હતું કે  OpenAIમાં વિતાવેલો સમય મને ગમ્યો અને મને કંપનીમાં પ્રતિભાશાળી લોકો સાથે કામ કરવાનો સૌથી વધુ આનંદ આવ્યો છે. રાજીનામું એ પરિવર્તનકારી નિર્ણય હતો અને હવે હું શું કરીશ, શું થશે તે હું તમને પછી જણાવીશ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કંપનીના ચીફ ટેક્નોલોજી ઓફિસર મીરા મુરતી હાલના સમય માટે વચગાળાના CEO તરીકેનો ચાર્જ સંભાળશે. આ ઉપરાંત કંપની કાયમી CEOની શોધ પણ ચાલુ રાખશે. આ સિવાય OpenAIના પ્રમુખ ગ્રેગ બ્રોકમેન બોર્ડના અધ્યક્ષ પદેથી રાજીનામું આપશે.

OpenAIએ સેમ ઓલ્ટમેનની હકાલપટ્ટી કરી, ભારતીય મૂળના મીરા મૂર્તિ વચગાળાના CEO બન્યા 2 - image


Google NewsGoogle News