Get The App

બ્રાઝિલમાં ભારતની હોળી: સેન્ટ જોન બાપ્ટિસ્ટ ફેસ્ટિવલની ઉલ્લાસપૂર્વક ઉજવણી

Updated: Jun 26th, 2024


Google NewsGoogle News
બ્રાઝિલમાં ભારતની હોળી: સેન્ટ જોન બાપ્ટિસ્ટ ફેસ્ટિવલની ઉલ્લાસપૂર્વક ઉજવણી 1 - image


બ્રાઝિલમાં ભારતની હોળી જેવો સેન્ટ જોન બાપ્ટિસ્ટ ફેસ્ટિવલ યોજાય છે. આ ફેસ્ટિવલ ૯૨ વર્ષથી યોજાય છે. ભારતમાં હોળી પ્રગટાવવામાં આવે છે તેમ બ્રાઝિલન ઇન્ગાઈ શહેરમાં યોજાતા આ ફેસ્ટિવલમાં લાકડાના ટુકડાનો ૧૩ માળનો એટલે કે ૩૮ મીટરનો લાકડાનો મિનારો બનાવવામાં આવે છે. તેના પછી તેને સળગાવવામાં આવે છે. 

બ્રાઝિલમાં ભારતની હોળી: સેન્ટ જોન બાપ્ટિસ્ટ ફેસ્ટિવલની ઉલ્લાસપૂર્વક ઉજવણી 2 - image

આ ફેસ્ટિવલની ઉજવણી કરવા માટે દેશભરમાંથી લોકો આવે છે. આ 13 માળના મિનારાને સળગાવવામાં આવતા તેની ઉઠતી જવાળા જાણે આકાશને આંબતી હોય તેમ લાગે છે. શહેરના સૌથી જૂના ચર્ચમાં 1931થી આ પરંપરાનો પ્રારંભ થયો છે. આ પ્રકારની બોનફાયર દર વર્ષે યોજવામાં આવે છે. તેના લીધે માંડ બે હજારની વસ્તી ધરાવતા ટાઉનમાં વીસ હજારથી વધારે પ્રવાસીઓ આવે છે. લોકોમાં આ તહેવારને લઈને અનોખું આકર્ષણ છે. 

બ્રાઝિલમાં ભારતની હોળી: સેન્ટ જોન બાપ્ટિસ્ટ ફેસ્ટિવલની ઉલ્લાસપૂર્વક ઉજવણી 3 - image

આ ઉપરાંત સ્થાનિકો પછી ત્યાં આ અગ્નિની વેદીને કૂદી જાય છે. આ પણ ત્યાંની એક પરંપરા છે. આપણે ત્યાં હોળીમાં કૂદતા નથી પ્રદક્ષિણા કરાય છે, પરંતુ બ્રાઝિલમાં લોકો અગ્નિને પછી કૂદી જાય છે. અહીં બોનફાયર માટે ઉપયોગમાં લેવામાં આવતા લાકડાની વિશેષતા એ છે કે તે બધુ રિફોરેસ્ટેશનમાંથી લેવાય છે.


Google NewsGoogle News