Get The App

Israel vs Hamas war Updates | હમાસ સંગઠને 17 નેપાળી સ્ટુડન્ટ્સને બનાવ્યાં બંધક, 7 ઘાયલ

ઈઝરાયલમાં નેપાળના રાજદૂત કાંતા રિજાલે કહ્યું હતું કે ઈઝરાયલી યુનિવર્સિટીમાં ભણતાં સાત નેપાળી વિદ્યાર્થીઓ આ હુમલામાં ઘવાયા હતા, જેમને બંધક બનાવી લેવાયા

કહ્યું કે આશરે 10 જેટલા અન્ય નેપાળી સ્ટુડન્ટ્સને પણ બંધક બનાવી લેવાયાની માહિતી મળી રહી છે

Updated: Oct 7th, 2023


Google NewsGoogle News
Israel vs Hamas war Updates | હમાસ સંગઠને 17 નેપાળી સ્ટુડન્ટ્સને બનાવ્યાં બંધક, 7 ઘાયલ 1 - image

ઈઝરાયલ અને ગાઝા પટ્ટીમાં  (israel vs hamas war latest updates) સક્રિય હમાસ સંગઠન વચ્ચે યુદ્ધની સ્થિતિને પગલે નેપાળ માટે પણ આંચકાજનક અહેવાલ આવ્યા. ઈઝરાયલમાં નેપાળના રાજદૂત કાંતા રિજાલે (Nepal Kanta Rijal) કહ્યું હતું કે ઈઝરાયલી યુનિવર્સિટીમાં ભણતાં સાત નેપાળી વિદ્યાર્થીઓ આ હુમલામાં ઘવાયા હતા અને તેમને હમાસના આતંકીઓ દ્વારા બંધક બનાવી લેવામાં આવ્યા હતા. આ સ્ટુડન્ટ્સ ઈઝરાયલી સરકાર દ્વારા સંચાલિત લર્ન એન્ડ અર્ન પ્રોગ્રામ હેઠળ ભણવા ગયા હતા.

હમાસે નેપાળી વિદ્યાર્થીઓને પણ બંધક બનાવ્યાં 

તેમની સાથે જ આશરે 10 જેટલા અન્ય નેપાળી સ્ટુડન્ટ્સને (nepal students in Israel ) પણ બંધક બનાવી લેવાયાની માહિતી મળી રહી છે. તેઓ ત્યાં દક્ષિણ ઈઝરાયલમાં ખેતી સંબંધિત અભ્યાસમાં જોડાયેલા હોવાની માહિતી છે. ઈઝરાયલના વિદેશ મંત્રાલય અને રેસ્ક્યૂ ટીમે આ મામલે સ્થિતિની જાણકારી આપી હતી અને સ્ટુડન્ટ્સને એલર્ટ પર રહેવા જણાવાયું છે.

ઈઝરાયલ અને હમાસના આતંકીઓ વચ્ચે ભડક્યું યુદ્ધ 

ઉલ્લેખનીય છે કે ઈઝરાયલ અને ગાઝા પટ્ટીમાં સક્રિય આતંકી સંગઠન હમાસ (Hamas gaza Strip) વચ્ચે યુદ્ધ ભડકી ગયું છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પણ આ મામલે પોતે ટ્વિટ કરીને ઇઝરાયલ યુદ્ધની સ્થિતિમાં છે તેવી જાહેરાત કરી દીધી છે. આ દરમિયાન મોટા અહેવાલ એવા મળી રહ્યા છે કે હમાસ દ્વારા કરાયેલા હુમલામાં અત્યાર સુધીમાં કુલ 40થી વધુ ઈઝરાયલી નાગરિકો મૃત્યુ પામી ચૂક્યા છે જ્યારે ઘાયલોની સંખ્યા 500ને વટાવી ગઈ છે. ઉલ્લેખનીય છે કે હમાસ દ્વારા ઈઝરાયલ પર કરાયેલા હુમલા એટલા ભયાનક હતા કે તેના વિવિધ શહેરોમાં જુદા જુદા વિસ્તારોમાં 5000થી વધુ રોકેટ ઝિંકવામાં આવ્યા હતા. 

Israel vs Hamas war Updates | હમાસ સંગઠને 17 નેપાળી સ્ટુડન્ટ્સને બનાવ્યાં બંધક, 7 ઘાયલ 2 - image


Google NewsGoogle News