Get The App

IMFએ લોન અટકાવતા પાકિસ્તાન મિડલ ઈસ્ટ બેંકોના ભરોસે, દેવું ચૂકવવા માગ્યા ચાર અબજ ડૉલર

Updated: Aug 23rd, 2024


Google NewsGoogle News
IMFએ લોન અટકાવતા પાકિસ્તાન મિડલ ઈસ્ટ બેંકોના ભરોસે, દેવું ચૂકવવા માગ્યા ચાર અબજ ડૉલર 1 - image


Pakistan Financial Crisis : વર્તમાન નાણાકીય વર્ષના બજેટમાં પાકિસ્તાને લગભગ 20 અબજ યુએસ ડોલરની વિદેશી ઉધારીનો પ્રસ્તાવ મૂક્યો છે. કારણ કે, આ અઠવાડિયે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે (IMF) પાકિસ્તાન માટે સાત બિલિયન યુએસ ડૉલરના મૂલ્યના એક્સટેન્ડેડ ફંડ ફેસિલિટીની (EFF) મંજૂરીને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી હતી.

પાકિસ્તાને વધતા દેવાના બોજને ઘટાડવા માટે લોન માંગી

પાકિસ્તાને વધતા દેવાના બોજને ઘટાડવા માટે લોન માંગી છે. પાકિસ્તાને હવે તેની બાહ્ય નાણાકીય પ્રતિબદ્ધતાઓને પૂરી કરવા માટે હવે મધ્ય પૂર્વ ક્ષેત્રની બેંકો પાસેથી ચાર અબજ યુએસ ડોલરની માંગ કરી છે. આ રકમ પાકિસ્તાને સાત બિલિયન યુએસ ડોલરની એક્સટેન્ડેડ ફંડ ફેસિલિટી (EFF) પાસેથી માંગી છે, ત્યારે તેની મંજૂરી માટે IMF પાસે પેન્ડિંગ છે.  

આ પણ વાંચો : PM મોદી પુતિનને કેમ ભેટ્યા હતા? યૂક્રેનમાં પૂછાયેલા સવાલનો જયશંકરે આપ્યો જવાબ

પાકિસ્તાનના નાણા મંત્રીએ આ બેંક સાથે મીટિંગ કરી

પાકિસ્તાનના નાણા મંત્રી મોહમ્મદ ઔરંગઝેબ અને તેમની ટીમે દુબઈ ઈસ્લામિક બેંકના ગ્રુપ સીઈઓ ડૉ. અદનાન ચિલવાન સાથે વર્ચ્યુઅલ મીટિંગ કરી હતી. અગાઉ મશરેક બેંકના ચેરમેન અને ગ્રુપ સીઈઓ અહેમદ અબ્દેલાલ સાથે પણ વાતચીત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, બંને બેઠકોમાં પાકિસ્તાનમાં આર્થિક દૃષ્ટિકોણ અને રોકાણની તકો શોધવાની સાથે લોનના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી.

બજેટમાં પાકિસ્તાને લગભગ 20 અબજ યુએસ ડોલરની વિદેશી ઉધારીનો પ્રસ્તાવ મૂક્યો

વર્તમાન નાણાકીય વર્ષના બજેટમાં પાકિસ્તાને લગભગ 20 અબજ યુએસ ડોલરની વિદેશી ઉધારીનો પ્રસ્તાવ મૂક્યો છે. મળતી માહિતી પ્રમાણે, પાકિસ્તાને ઉધારી ચૂંકવવા માટે મધ્ય પૂર્વ બેંકો પાસેથી કોમર્શિયલ લોન માંગવાનું શરુ કર્યું છે. કારણ કે, આ સપ્તાહ IMFએ પાકિસ્તાન માટે સાત બિલિયન યુએસ ડોલરની એક્સટેન્ડેડ ફંડ ફેસિલિટીની (EFF) મંજૂરીને અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવી હતી.

આ પણ વાંચો : ભારત-અમેરિકાની મિત્રતા વધુ ગાઢ બની, રાજનાથ સિંહે વોશિંગ્ટનમાં આ બે મહત્વના કરાર પર કર્યા હસ્તાક્ષર

પાકિસ્તાનનું વર્તમાન ક્રેડિટ રેટિંગ ઘણું ઓછું

નાણા મંત્રીને આશા છે કે, IMF આવતા મહિને નવા EFFને મંજૂરી આપી શકે છે. બીજી તરફ, પાકિસ્તાને વિદેસી કોમર્શિયલ બેંકો સાથેની ભાગીદારી પણ વધારી છે. જો કે, ઉચ્ચ ધિરાણ ખર્ચ અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓ તરફથી નીચું ક્રેડિટ રેટિંગ નોંધપાત્ર અવરોધો છે. આ દરમિયાન, પાકિસ્તાનનું વર્તમાન ક્રેડિટ રેટિંગ CCC+ છે, જે ઘણું ઓછું છે. જેના કારણે કોમર્શિયલ બેંકો દ્વારા લોન આપતી વખતે વધુ વ્યાજની માંગ કરવામાં આવી રહી છે.

સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનના એક્ઝિક્યુટિવે શું કહ્યું?

આ દરમિયાન, નાણા મંત્રાલય અને સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન (SBP) એ ગુરુવારે IMF સાથે પાકિસ્તાનની પ્રવૃત્તિઓ વિશે આર્થિક બાબતોની સ્થાયી સમિતિને લઈને જાણકારી આપી હતી. જેમાં SBPના એક્ઝિક્યુટિવ કાદર બક્ષે કહ્યું હતું કે, 'IMF સાથે પાકિસ્તાનની છેલ્લી સ્ટેન્ડ-બાય એરેન્જમેન્ટમાં સરેરાશ વ્યાજ દર 5.1 ટકા હતો. જ્યાં સુધી વૈશ્વિક વ્યાજ દરો ઘટશે નહીં, ત્યાં સુધી નવી IMF લોનના દરો સમાન રહેવાની અપેક્ષા છે.'

IMF લોન પર પાકિસ્તાનનો વ્યાજ ખર્ચ 2008થી સતત વધ્યો

SBPના અધિકારીએ જણાવ્યું હતું કે, 'જો કોઈ દેશ તેના IMF ક્વોટાના 187.5 ટકાથી વધુ ઉધાર લે છે, તો તેથી બે ટકા સરચાર્જ લાગુ પડે છે. જો ઉધારનો સમયગાળો ત્રણ વર્ષથી વધુ હોય, તો એક ટકા સરચાર્જ લાદવામાં આવે છે.' જો કે, નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર IMF લોન પર પાકિસ્તાનનો વ્યાજ ખર્ચ 2008થી સતત વધી રહ્યો છે. જેમાં 2008માં પાકિસ્તાને 1.6 ટકાના વ્યાજ દરે IMF પાસેથી ઉધાર લીધું હતું. આ પછી તે વધીને 2013માં 2.4 ટકા થયું હતું. જ્યારે 2019 IMF લોન 3.41 ટકાના વ્યાજ દરે આપવામાં આવી હતી.

IMFએ લોન અટકાવતા પાકિસ્તાન મિડલ ઈસ્ટ બેંકોના ભરોસે, દેવું ચૂકવવા માગ્યા ચાર અબજ ડૉલર 2 - image


Google NewsGoogle News