કેપ્ટન માર્વેલ ફેઇમ એકટર કેનેથ મિશેલનું ૪૯ વર્ષની વયે નિધન, ચાહકોમાં શોક
એમિયોટ્રોફિક લેટરલ સ્કલેરોસિસને લગતી બીમારીથી પીડાતા હતા.
છેવટે જીવન અને મોત વચ્ચેના સંઘર્ષમાં જીવન હારી ગયા
ન્યૂયોર્ક, ૨૬ ફેબુ્આરી,૨૦૨૪,સોમવાર
કેપ્ટન માર્વેલ ફેઇમ એકટર કેનેથ મિશેલનું ૪૯ વર્ષની વયે નિધન થયું છે તે છેલ્લા પ વર્ષથી બીમારીથી પીડાતા હતા. આ અંગેની માહિતી પરીવારજનોએ સોશિયલ મીડિયામાં પોસ્ટ લઇને આપતા ચાહકો આઘાતમાં સરી પડયા હતા. કેનેથ છેસ્સા ઘણા સમયથી એમિયોટ્રોફિક લેટરલ સ્કલેરોસિસને લગતી બીમારીથી પીડાતા હતા. છેવટે જીવન અને મોત વચ્ચેના સંઘર્ષમાં જીવન હારી ગયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર કેનેથએ ૨૪ ફેબુ્રઆરીના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. કેનેડિયન મૂળના કેનેથ પત્ની સુજન,૨ બાળકો, માતા પિતા અને ભાઇને પાછળ છોડી ગયા છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવાયું હતું કે તેમણે પોતાની ફિલ્મોમાં વિવિધ પ્રકારની ભૂમિકા ભજવી હતી. જેમાં ઓલમ્પિકમાં ભાગ લેવા ઉત્સૂક યુવક, એક સર્વાઇવર, અંતરિક્ષયાત્રી, સુપર હિરોના પિતા અને ચાર યુનિક સ્ટાર ટ્રેકર્સનો સમાવેશ થાય છે.