ટ્રુડોના રાજીનામાં બાદ ટ્રમ્પે ફરી ઠેકડી ઉડાડી, કેનેડાને ફરી અમેરિકાનું રાજ્ય બનવા ઑફર
Trump again Proposed to make Canada the 51st State: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના વડાપ્રધાન પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. ટ્રુડોએ કહ્યું કે, 'જ્યાં સુધી પાર્ટી નવા નેતાની પસંદગી નહીં કરે ત્યાં સુધી હું વડાપ્રધાન પદ પર રહીશ.' જે બાદ અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મશ્કરીભર્યા અંદાજમાં પ્રતિક્રિયા આપતા કેનેડાને ફરી અમેરિકાનું 51મુ રાજ્ય બની જવા ઑફર આપી છે. આટલું જ નહીં ટ્રમ્પનો દાવો છે કે ટ્રુડોએ રાજીનામું આપ્યું કારણ કે તેમને ખબર પડી ગઈ હતી કે અમેરિકા હવે સબસિડી કે આર્થિક મદદ નહીં આપે.
કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાની વાતનો ટ્રમ્પે ઘણી વખત ઉલ્લેખ કર્યો છે
ડોનાલ્ડ ટ્રમ્પ અને ટ્રુડો વચ્ચે ક્યારેય સારા સંબંધો રહ્યા નથી. ટ્રમ્પે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં પણ ઘણી વખત કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાની વાતનો ઉલ્લેખ કર્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, 'કેનેડામાં ઘણા લોકો ઈચ્છે છે કે દેશ અમેરિકાનું 51મું રાજ્ય બને. કેનેડાને તેની અર્થવ્યવસ્થાને ચાલુ રાખવા માટે જે વિશાળ વેપાર, ખાધ અને સબસિડીની જરૂર છે તે યુનાઈટેડ સ્ટેટ્સ હવે સહન કરી શકશે નહીં. આટલું જ નહીં ટ્રમ્પનો દાવો છે કે ટ્રુડોએ રાજીનામું આપ્યું કારણ કે તેમને ખબર પડી ગઈ હતી કે અમેરિકા હવે સબસિડી કે આર્થિક મદદ નહીં આપે.'
જો કેનેડા અમેરિકામાં જોડાય તો...
ટ્રુડોના રાજીનામા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, 'જો કેનેડા અમેરિકામાં જોડાય છે, તો કોઈ ટેરિફ ચૂકવવા પડશે નહીં, ટેક્સમાં ઘણો ઘટાડો થશે અને દેશના નાગરિકો રશિયન અને ચીનના જહાજોના જોખમોથી સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે. - અમે સાથે મળીને એક મહાન દેશ બની શકીએ છીએ.'
ટ્રમ્પની આ વાત પર કેનેડા તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી છે કે જો ટોરોન્ટો તેની યુએસ સાથેની દક્ષિણ સરહદ દ્વારા ગેરકાયદેસર દવાઓ અને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને અટકાવશે નહીં તો કેનેડિયન આયાત પર 25 ટકા ટેરિફ લાદવામાં આવશે.