Get The App

ટ્રમ્પની જીત બાદથી જ કેનેડામાં કેમ ભયનો માહોલ? ટ્રુડોને કહી ચૂક્યા છે 'બેઈમાન' અને 'પાગલ'

Updated: Nov 8th, 2024


Google NewsGoogle News
Donald Trump And Justin Trudeau


Donald Trump And Justin Trudeau News : અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ કેનેડામાં ચિંતા અને ગભરાટનું વાતાવરણ છે. નિષ્ણાતોનું માનવું છે કે, ટ્રમ્પની વાપસીથી કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને મુશ્કેલી વધી શકે છે, ખાસ કરીને જ્યારે કેનેડાની મોટાભાગની નિકાસ માટેનું મુખ્ય સ્થળ અમેરિકા છે. તેવામાં ટ્રમ્પ અને ટ્રુડો વચ્ચે પહેલાથી તણાવભર્યા સબંધો હોવાથી કેનેડામાં સંભવિત મંદીની ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. 

ટ્રમ્પની ટેરિફ નીતિથી કેનેડાનું અર્થતંત્ર મુશ્કેલીમાં

ટ્રમ્પે ઘોષણા કરી કે, તે તમામ આયાતો પર 10 ટકા ટેરિફ લગાવશે અને અમેરિકાની ઊર્જા ઉત્પાદનને પ્રાથમિક્તા આપશે. આની સીધી અસર ચોથા સ્થાને સૌથી વધુ કાચા તેલનું ઉત્પાદન કરતાં કેનેડામાં પડશે. કેનેડાની 75 ટકા નિકાસ અમેરિકામાં થાય છે, તેવામાં ટેરિફથી કેનેડાના અર્થતંત્ર પર ખાસી અસર કરી શકે છે. કેનેડા ચેમ્બર ઓફ કોમર્સ પ્રમાણે, ટ્રમ્પની ટેરિફ નીતિથી કેનેડાને વાર્ષિક 0.9 ટકા અને શ્રમ ઉત્પાદક્તામાં લગભગ એક ટકા અછત વર્તાશે. જો વેપારમાં તણાવ વધશે તો કેનેડાની આર્થિક વૃદ્ધિ પર વધુ ખતરનાક સાબિત થશે.

આ પણ વાંચો : ટ્રમ્પની વાપસીથી દુનિયામાં રોકાઈ જશે યુદ્ધ? અગાઉ પણ કટ્ટર દુશ્મનો વચ્ચે કરાઇ હતી મિત્રતા

ટ્રમ્પે કહ્યું, ટ્રુડો 'બેઈમાન' અને 'પાગલ' 

ટ્રમ્પ અને ટ્રુડો વચ્ચેના સબંધો હંમેશા તણાવભર્યા રહ્યાં છે. 2018માં ક્વિબેકમાં G-7 સમિટમાં, ટ્રમ્પે ટ્રુડોને 'બેઈમાન' અને 'પાગલ' તરીકે ટીકા કરી હતી. આ પછી 2022માં કોવિડ-19 રસીકરણને લઈને પણ ટ્રમ્પે ટ્રુડોને પાગલ કહ્યું હતું. ટ્રમ્પ આ પ્રકારની ટિપ્પણીના કારણે બંને નેતા વચ્ચે સાર્વજનિક મંચ પર તણાવ જોવા મળ્યો હતો. જો કે, ટ્રુડોએ ટ્રમ્પને જીતની શુભકામના આપતા કહ્યું કે, બંને દેશો વચ્ચેની મિત્રતા 'દુનિયાની ઈર્ષ્યા' છે અને તેઓ સાથે મળીને કામ કરશે.

કેનેડાની વાસ્તવિક આવક-ેશ્રમ ઉત્પાદક્તામાં ઘટાડોની શક્યતા

કેનેડામાં આર્થિક મંદીની આશંકાને લઈને ચિંતા જણાઈ રહી છે, ત્યારે કેનેડા ચેમ્બર ઓફ કોમર્સ મુજબ, ટ્રમ્પની ટેરિફ નીતિથી કેનેડાની વાસ્તવિક આવક અને શ્રમ ઉત્પાદક્તામાં મોટા પાયે ઘટાડો આવી શકે છે. જ્યારે રોકાણકારોમાં વિશ્વાસમાં પણ ઘટી શકે છે, જેનાથી કેનેડાના અર્થતંત્ર પર નકારાત્મક પ્રભાવ પડી શકે છે. ફ્યુચર બોર્ડર્સ કોએલિશનના લૌરા ડોસનનું કહેવું છે કે જો ટ્રમ્પનો ચાર વર્ષનો કાર્યકાળ ચાલુ રહેશે તો કેનેડા માટે તે ખૂબ જ પડકારજનક સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો : જસ્ટિન ટ્રુડો ન આપી શક્યા ખાલિસ્તાનીઓથી સુરક્ષાનો ભરોસો, કેનેડામાં અનેક કેમ્પ રદ કરી શકે છે ભારત

કેનેડામાં આવતા વર્ષે ચૂંટણી થવાની છે. વર્તમાન સર્વેક્ષણો પ્રમાણે, જસ્ટિન ટ્રુડોની હારની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. ટ્રમ્પની બીજા કાર્યકાળ પહેલાથી ટ્રુડો માટે રાજનીતિમાં નવા સંકટો પેદા થઈ રહ્યાં છે. નિષ્ણાતો પ્રમાણે, ટ્રમ્પના કાર્યકાળની નીતિઓના કારણે કેનેડાની GDP માં 1.7 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે.


Google NewsGoogle News