Get The App

'ભારત પર આરોપ મૂકવાની જરૂર શું હતી...' કેનેડાના NSAએ PM ટ્રુડો સામે ઊઠાવ્યાં સવાલ

Updated: Oct 18th, 2024


Google News
Google News
justin-trudeau


India Canada Relation: કેનેડામાં ખાલિસ્તાની હરદીપસિંહ નિજ્જરની હત્યા કરી દેવામાં આવી હતી, આ હત્યામાં ભારતનો પણ હાથ હોવાનો આરોપ કેનેડાની જસ્ટિન ટ્રૂડોની સરકાર લગાવી રહી છે. એવામાં હવે કેનેડાની વર્તમાન સરકાર અને ખાલિસ્તાનીઓ વચ્ચેની સાંઠગાઠ વધુ એક વખત ખુલ્લી પડી છે. 

જસ્ટિન ટ્રૂડોએ સ્વીકાર કરતા કહ્યું હતું કે, 'અમે નિજ્જરની હત્યામાં ભારતનો હાથ છે તેવા કોઇ જ પુરાવા ભારતને નથી આપ્યા. અમે માત્ર ગુપ્ત જાણકારી જ આપી હતી.'હવે કેનેડાના રાષ્ટ્રીય સુરક્ષા નિષ્ણાત એડમ જ્યોર્જે આ મામલે પોતાના જ પીએમ જસ્ટિન ટ્રુડો પર સવાલ ઉઠાવ્યા છે.

'આખરે ભારત પર આરોપ લગાવવાની જરૂર જ શું હતી?'

કેનેડાના રાષ્ટ્રીય સુરક્ષા નિષ્ણાત એડમ જ્યોર્જે જણાવ્યું હતું કે, 'જસ્ટિન ટ્રુડોએ તે સમયે ભારત સાથે નક્કર પુરાવા શેર કર્યા ન હતા તે ખૂબ જ રસપ્રદ હતું. જો પુરાવા નહોતા તો એ જાહેરમાં કહેવની જરૂર જ શું હતી કે હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હતો. હજુ એ સ્પષ્ટ નથી કે કેનેડાએ ભારતને હત્યાના પુરાવા આપ્યા છે કે નહિ, પરંતુ હવે સમય સાથે જ બધું સ્પષ્ટ થશે.' 

આ પહેલા કેનેડાના પીએમ ટ્રુડોએ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો. આ પછી ભારતે કડકાઈ બતાવી અને આ આરોપોને વાહિયાત ગણાવ્યા અને ભારતે ટ્રુડોનાં આ આરોપને રાજકીય સ્ટંટ ગણાવ્યો. જસ્ટિન ટ્રુડોએ જણાવ્યું હતું કે કેનેડા અને તેના સાથીઓની ગુપ્તચર માહિતી સૂચવે છે કે નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટો સામેલ હતા, પરંતુ તે સમયે કોઈ નક્કર પુરાવા ન હોવાનું પણ સ્વીકાર્યું હતું.

આ પણ વાંચો: કેનેડા બાદ અમેરિકાએ ભારતના પૂર્વ રૉ ઓફિસર પર લગાવ્યાં પત્નુની હત્યાના કાવતરાંનો આરોપ

ટ્રુડોના આરોપોનો ભારતે જવાબ આપ્યો

જસ્ટિન ટ્રુડોના આરોપ પર ભારતના વિદેશ મંત્રાલયે 17 ઓક્ટોબર, 2024ના રોજ  કડકાઈ દર્શાવી હતી. ભારત વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે, 'કેનેડાની સરકારે સપ્ટેમ્બર 2023 થી ભારત સાથે કોઈ માહિતી શેર કરી નથી. જસ્ટિન ટ્રુડોએ ગંભીર આરોપો લગાવ્યા હતા, પરંતુ તેના કોઈ પુરાવા શેર કરવામાં આવ્યા ન હતા. અમારે અમારા રાજદ્વારીઓની સુરક્ષાની ખાતરી કરવાની જરૂર છે. તેને ધ્યાનમાં રાખીને અમે અમારા રાજદ્વારીઓને ભારત પાછા બોલાવ્યા છે.'

'ભારત પર આરોપ મૂકવાની જરૂર શું હતી...' કેનેડાના NSAએ PM ટ્રુડો સામે ઊઠાવ્યાં સવાલ 2 - image

Tags :
justin-trudeauCanada

Google News
Google News