Get The App

કેનેડાના રાજદ્વારીએ ઝેર ઓક્યું, કહ્યું - નિજ્જર-પન્નુ પર એક તીરથી નિશાન તાકી રહ્યું હતું ભારત

Updated: Oct 20th, 2024


Google NewsGoogle News
India Canada


India Canada Relation: ભારત અને કેનેડા વચ્ચે સંબંધોમાં કડવાશ સતત વધી રહી છે. કેનેડાના ખોટા આરોપો અને આકરા વલણનો જવાબ આપતાં ભારતે કેનેડાના છ રાજદ્વારીઓને હાંકી કાઢ્યા હતાં. ભારતના આ પગલાંથી નારાજ ભારતમાં જ રહેતાં કેનેડાના હાઈ કમિશનર કેમરોન મૈકેએ ઝેર ઓંક્યું છે. 

કેમરોને કહ્યું કે, ભારતે અનેક દેશોમાં નિશાન સાધ્યું હતું. ભારત એક સાથે કેનેડા, ઉત્તર અમેરિકા અને યુએસએને ટાર્ગેટ બનાવી રહ્યો છે. નિજ્જરની હત્યા અને ખાલિસ્તાની ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનુ ષડયંત્ર આ પ્લોટનો જ હિસ્સો હતો. કેમરોન હજી ભારતમાં હાઈ કમિશનર પદે કાર્યરત છે.

ભારત પર લગાવ્યા આરોપ

ગતવર્ષે જૂનમાં કેનેડામાં ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની અમુક અજાણ્યા શખ્સોએ હત્યા કરી દીધી હતી. બીજી તરફ અમેરિકામાં પણ ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનુ ષડયંત્ર રચવાનો આરોપ અમેરિકાએ ભારત પર મૂક્યો છે. ભારતે આ તમામ આરોપોને રાજકીય હિતો માટે મૂકાયા હોવાનો દાવો કરતાં પાયાવિહોણા ગણાવ્યા છે.

આ પણ વાંચોઃ ગોધરાના રહીશને દુબઈમાં 10 વર્ષની સજા, 4 લાખ દિરહામનો દંડ, પ્રતિબંધિત દવાઓ સાથે ઝડપાયો હતો

કેનેડાના ડેપ્યુટી હાઈ કમિશનર સ્ટેવોર્ટ વ્હિલરને પણ ભારતમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. નવી દિલ્હીએ પોતાના હાઈકમિશનર અને અન્ય પાંચ રાજદ્વારીઓને કેનેડાથી પરત બોલાવ્યા છે. કેનેડાની સરકારે પણ બરતરફ કરવાની વાત કરી હતી. ભારતીય હાઈ કમિશનર સંજય વર્મા કેનેડા છોડી ચૂક્યા છે.

અમેરિકાએ લગાવ્યો આરોપ

અમેરિકાએ ભારત પર આરોપ લગાવ્યો છે કે, પન્નુની હત્યામાં ભારતનો પૂર્વ ભારતીય ગુપ્તચર અધિકારી વિકાસ યાદવ સંડોવાયેલો છે. જો કે, તેના ઠોસ પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી. છેલ્લા એક વર્ષથી કેનેડા-ભારત વચ્ચે સંબંધો બગડ્યા છે.રૉ માટે કામ કરતાં વિકાસ યાદવે પન્નુની હત્યાનું ષડયંત્ર રચ્યુ હતું. એફબીઆઈએ તેને મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ કર્યો છે. વિકાસ યાદવ પહેલાંથી જ રૉથી અલગ થઈ ચૂક્યો છે. કિડનેપિંગ અને અત્યારના આરોપમાં દિલ્હી પોલીસે તેની ધરપકડ પણ કરી હતી. 

મેકએ જણાવ્યું હતું કે, ભારતે મોટી રાજકીય ભૂલ કરી છે. તે વિચારે છે કે, અમુક એજન્ટ ઉત્તર અમેરિકામાં હિંસા કરશે અને બચી જશે. હું કેનેડા અને અમેરિકા બંનેની વાત કરૂ છું. ભારતે રેડલાઈન ક્રોસ કરી દીધી છે.

કેનેડાના રાજદ્વારીએ ઝેર ઓક્યું, કહ્યું - નિજ્જર-પન્નુ પર એક તીરથી નિશાન તાકી રહ્યું હતું ભારત 2 - image


Google NewsGoogle News