'કેનેડાની ટ્રુડો સરકાર જુઠ્ઠું બોલવામાં નંબર 1..' ભારત પછી ચીને કરી કેનેડાની 'ફજેતી', જાણો મામલો
કેનેડાએ ચીન પર લગાવ્યો સાઈબર હુમલાનો આરોપ
ચીને આરોપોને ફગાવતાં કહ્યું - તમારા આરોપ સંબંધ બગાડશે
India vs Canada Row | ભારત સામે આધારવિહોણાં આરોપો લગાવ્યા બાદ કેનેડાએ હવે ચીન સામે મોટા આરોપો મૂક્યા હતા. જોકે તેના પછી બંને દેશો વચ્ચે વિવાદ વકર્યો. કેનેડા કહે છે કે ચીન દ્વારા વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને તેમની કેબિનેટના સાથીઓ પર સાઈબર હુમલા કરવામાં (Canada now made major accusations against China) આવી રહ્યા છે. જ્યારે ચીને હવે આ મામલે કેનેડા સરકારે સામે આકરા પ્રહારો કર્યા છે.
ચીને શું કહ્યું પ્રતિક્રિયા
ચીને કેનેડિયન સરકાર (China has now attacked the Canadian government) સામે નિશાન તાકતાં કહ્યું કે કેનેડાની ટ્રુડો સરકાર પુરાવા વિના જ જુઠ્ઠું બોલવામાં નંબર 1 છે. ચીનના વિદેશ મંત્રાલય તરફથી આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં પ્રવક્તા માઓ નિંગે કહ્યું હતું કે ટ્રુડો સરકારના આ જુઠ્ઠાંણાને લીધે બંને દેશોના સંબંધો બગડી શકે છે.
ડીપફેક વીડિયોનો મૂક્યો આરોપ
કેનેડાના વિદેશમંત્રી મેલોની જોલીએ કહ્યું હતું કે ચીન સાથે સંબંધિત કેટલાક સંગઠનો કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો વિશે જુઠ્ઠાંણુ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ઉપરાંત વડાપ્રધાન સહિત કેબિનેટના અન્ય સભ્યોના ડીપફેક વીડિયો જારી કરવામાં આવી રહ્યા છે. તેમનું કહેવું છે કે તેની પાછળ ચીનના જ સંગઠનો જવાબદાર છે. માઓએ કહ્યું કે કેનેડાના વિદેશ મંત્રાલયે તથ્યોને ખોટી રીતે રજૂ કર્યા છે. ચીને કહ્યું કે કેનેડા દ્વારા લગાવાયેલા આરોપો વાહિયાત અને પાયાવિહોણા છે અને ચીન તેને ગંભીરતાથી નહીં લે.