કેનેડાની ટ્રુડો સરકારે ખાલિસ્તાની ગેંગનો ભાગ રહી ચૂકેલા પોલીસ અધિકારીને આપી દીધી ક્લિનચીટ
Image: Facebook
Canada: ખાલિસ્તાન સમર્થક દેખાવોમાં સામેલ થવાના કેસમાં એક સસ્પેન્ડેડ પોલીસ અધિકારીને કેનેડા સરકારે ક્લિનચીટ આપી દીધી છે. આ દેખાવોમાં સામેલ લોકોએ બ્રેમ્પટનમાં એક હિન્દુ મંદિર પરિસરમાં જઈને શ્રદ્ધાળુઓ પર હુમલો કરી દીધો હતો. કેનેડાની સ્થાનિક પોલીસે કહ્યું કે મંદિર પર હુમલાના વાયરલ વીડિયોમાં જોવા મળ્યું કે પોલીસ અધિકારી હરિંદર સોહી તે લોકોને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યાં હતા, જેમણે સરેન્ડર કરવાનો ઈનકાર કરી દીધો હતો. 3 નવેમ્બરના ઘણાં વીડિયોમાં સોહી આક્રમક રીતે ખાલિસ્તાની ધ્વજ ફરકાવતાં નજરે પડ્યા હતા.
હવે કેનેડાની સ્થાનિક પીલ પોલીસે નિવેદન જાહેર કરતાં કહ્યું છે કે તપાસ દરમિયાન અધિકારીએ પોતાના ફરજનું કાયદેસરરીતે પાલન કર્યું. આ ઘટના દિવાળી સમયની છે, જ્યારે ખાલિસ્તાન સમર્થક પ્રદર્શનકારીઓએ બ્રેમ્પટન સ્થિત હિન્દુ સભા મંદિરમાં ઘૂસીને તોડફોડ કરી, જ્યાં ભારતીય હાઈ કમિશને સાર્વજનિક શિબિર લગાવી હતી. જ્યારે ભીડ ભારત વિરોધી સૂત્રોચ્ચાર કરી રહી હતી ત્યારે પીલ પોલીસે સાર્જન્ટ સોહીએ ખાલિસ્તાની ધ્વજ પકડી રાખ્યો હતો.
સોહીને ક્લિનચીટ
હવે સોહીને ક્લિનચીટ આપવી આશ્ચર્યજનક છે. પીલ પોલીસે કહ્યું કે સોહી લોકોને નિઃશસ્ત્ર કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, કેમ કે વીડિયોમાં તેને સાદા વસ્ત્રમાં અને ડ્યૂટીથી બહાર બતાવવામાં આવ્યો હતો. પોલીસે કહ્યું કે મંદિરની પાસે વિરોધ પ્રદર્શન ઝડપથી વધી ગયું, જેનાથી સુરક્ષા સંબંધિત ચિંતાઓ પેદા થઈ ગઈ અને અધિકારીઓએ તે વસ્તુઓને જપ્ત કરી લીધી, જેનો ઉપયોગ હથિયાર તરીકે કરવામાં આવી શકતો હતો.
આ પણ વાંચો: દિલ્હીમાં ચૂંટણી પહેલા AAP-કોંગ્રેસમાં ગજબ ખેલ, પક્ષપલટુ નેતાઓનો વધ્યો દબદબો
પીલ પોલીસનું કહેવું છે કે અધિકારીઓએ તણાવ ઘટાડવાનો પ્રયત્ન કર્યો. કેનેડિયન પોલીસે કહ્યું, 'શાંતિ અને વ્યવસ્થા જાળવી રાખવા તથા ઈજા અને આગળ વધવાથી રોકવા માટે, અધિકારીઓએ ઘણી વસ્તુઓને જપ્ત કરવાનું શરૂ કરી દીધું, જેનો ઉપયોગ હથિયાર તરીકે કરવામાં આવી શકતો હતો, જેમાં બેટ, લાઠીઓ અને ધ્વજના ડંડા સામેલ હતાં.'
પીલ પોલીસે ઝગડામાં અધિકારીનું બોડીકેમ ફૂટેજ જાહેર કર્યો, જેમાં સોહી એક એવી વ્યક્તિને નિ:શસ્ત્ર કરવાનો પ્રયત્ન કરતાં નજર આવી રહ્યો છે, જે હથિયાર આપવાનો ઈનકાર કરી રહ્યો હતો અને આક્રમક થઈ ગયો હતો. ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે અધિકારી એક વ્યક્તિની પાસે જાય છે જેના હાથમાં ડંડો છે અને તે તેની પાસેથી ડંડો છીનવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. વ્યક્તિએ તેનો વિરોધ કર્યો, જે બાદ બંને પક્ષની વચ્ચે થોડી ઝપાઝપી થઈ અને પછી અધિકારીએ ડંડો જપ્ત કરી લીધો અને ભીડને વિખેરી દીધી.
મંદિર પરિસરમાં ઘૂસી ગયા હતાં ખાલિસ્તાની
પોલીસ અને ખાલિસ્તાની સમર્થકોની વચ્ચે વિવાદ દરમિયાન એક કેનેડિયન પોલીસ અધિકારી હરિંદર સોહીને ખાલિસ્તાની ધ્વજ પકડેલા કેમેરામાં કેદ કરવામાં આવ્યા હતા અને તે દરમિયાન લાઠી-ડંડાથી સજ્જ સમર્થક ભારત વિરોધી સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. પીલ સ્થાનિક પોલીસના સાર્જન્ટ સોહીનો વીડિયો વાયરલ થયા બાદ સસ્પેન્ડ કરી દેવાયા. કેનેડિયન પોલીસે નિવેદનમાં કહ્યું, 'તપાસ બાદ એ નક્કી કરવામાં આવ્યું કે વીડિયોમાં નજર આવી રહેલા અધિકારી એક એવી વ્યક્તિને નિ:શસ્ત્ર કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, જેણે પોતાના હથિયાર સોંપવાનો ઈનકાર કરી દીધો હતો અને અથડામણની સ્થિતિમાં આવી ગયો હતો. આ રીતે તેણે પોતાની ફરજનું કાયદેસર પાલન કર્યું.'
બ્રેમ્પટનમાં હિન્દુ શ્રદ્ધાળુઓ પર હુમલા બાદ પીએમ મોદી સહિત ભારતના વિદેશ મંત્રાલયે કેનેડામાં ભારતીય નાગરિકોની સુરક્ષા વિશે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી અને કેનેડા સરકારથી આવા હુમલાથી પૂજા સ્થળોની રક્ષા કરવાનો આગ્રહ કર્યો હતો.