Get The App

કેનેડામાં હચમચાવતી ઘટના, એક વિદ્યાર્થીએ સાથે રહેતા 4 બાળકો સહિત 6ની ચપ્પાં વડે કરી હત્યા

Updated: Mar 8th, 2024


Google NewsGoogle News
કેનેડામાં હચમચાવતી ઘટના, એક વિદ્યાર્થીએ સાથે રહેતા 4 બાળકો સહિત 6ની ચપ્પાં વડે કરી હત્યા 1 - image


Canada Stabbing : કેનેડાની રાજધાની ઓટ્ટાવામાં ચાકૂબાજીની ઘટનાએ ચકચાર મચાવી દીધો છે. અહીં એક વિદ્યાર્થીએ ચાકુ વડે હુમલો કરીને 6 લોકોની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી. ઓટ્ટાવા પોલીસે જણાવ્યું હતું કે, 19 વર્ષીય શ્રીલંકન વિદ્યાર્થી પર તેની સાથે રહેતા છ લોકોની ચાકૂ મારી હત્યા કરવાનો આરોપ છે જેમાં શ્રીલંકાના એક પરિવારના ચાર બાળકો પણ સામેલ છે. 

આરોપીની ઓળખ જાહેર કરાઈ 

ઓટ્ટાવા પોલીસ ચીફ એરિક સ્ટબ્સે જણાવ્યું હતું કે શંકાસ્પદ વ્યક્તિ દ્વારા "ધારદાર હથિયાર"નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હુમલાખોરની ઓળખ ફેબ્રિસીયો ડી-ઝોયસા તરીકે થઇ હતી.  તેના પર હત્યાનો આરોપ છે. સ્ટબ્સે જણાવ્યું હતું કે મૃતકો શ્રીલંકાના નાગરિક હતા જેઓ તાજેતરમાં કેનેડા આવ્યા હતા. તેમાં 35 વર્ષની માતા, 7 વર્ષનો પુત્ર, 4 વર્ષની પુત્રી, 2 વર્ષની પુત્રી અને અઢી મહિનાની બાળકીનો સમાવેશ થાય છે.

ઘાયલ વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ

પોલીસ પ્રમુખે કહ્યું કે જ્યારે અમે ઘટનાસ્થળે પહોંચ્યા તો પરિવારનો એક વ્યક્તિ બહાર ઊભો હતો અને કોઈને 911 પર કૉલ કરવા માટે બૂમ પાડી રહ્યો હતો. પોલીસને રાત્રે 10:52 વાગ્યે બે ઈમરજન્સી કોલ આવ્યા હતા. ઓટ્ટાવામાં શ્રીલંકાના હાઈ કમિશને પુષ્ટિ કરી કે પીડિત લોકો શ્રીલંકાના નાગરિકોના પરિવારો હતા. હાઈ કમિશને જણાવ્યું હતું કે, અમે કોલંબોમાં પીડિતોના પરિજનોના સંપર્કમાં છીએ. આ ઘટના પર વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનું નિવેદન પણ સામે આવ્યું હતું. તેમણે કહ્યું કે "આ ભયાનક હિંસા પર અમારી પ્રથમ પ્રતિક્રિયા આઘાતજનક છે. 

કેનેડામાં હચમચાવતી ઘટના, એક વિદ્યાર્થીએ સાથે રહેતા 4 બાળકો સહિત 6ની ચપ્પાં વડે કરી હત્યા 2 - image


Google NewsGoogle News