'કેનેડા એક સુરક્ષિત દેશ, કોઈને ખતરો નથી' ભારતની એડવાઈઝરી સામે ટ્રુડો સરકારની પ્રતિક્રિયા

જાહેર સુરક્ષામંત્રી ડોમિનિક લેબ્લાંકે કહ્યું છે કે કેનેડા એક સુરક્ષિત દેશ છે. અમે ભારતની એડવાઈઝરીને ફગાવીએ છીએ

મોદી સરકારે બુધવારે કેનેડામાં રહેતા ભારતીય નાગરિકો ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે એક એડવાઈઝરી જાહેર કરી હતી

Updated: Sep 21st, 2023


Google NewsGoogle News
'કેનેડા એક સુરક્ષિત દેશ, કોઈને ખતરો નથી' ભારતની એડવાઈઝરી સામે ટ્રુડો સરકારની પ્રતિક્રિયા 1 - image

કેનેડા સરકારે ભારત દ્વારા જાહેર કરવામાં આવેલી ટ્રાવેલ એડવાઈઝરી વિશે પ્રતિક્રિયા આપી છે. આ મામલે જાહેર સુરક્ષામંત્રી ડોમિનિક લેબ્લાંકે કહ્યું છે કે કેનેડા એક સુરક્ષિત દેશ છે. અમે ભારતની એડવાઈઝરીને ફગાવીએ છીએ. ઉલ્લેખનીય છે કે મોદી સરકારે બુધવારે કેનેડામાં રહેતા ભારતીય નાગરિકો ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે એક એડવાઈઝરી જાહેર કરી હતી. 

ભારતની એડવાઈઝરીમાં શું હતું? 

ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલી એડવાઈઝરીમાં કહેવાયું હતું કે કેનેડામાં વધતી ભારતવિરોધી પ્રવૃત્તિઓ અને રાજકીય રીતે સમર્થિત ઘૃણાસ્પદ અપરાધો અને હિંસાને જોતા ત્યાં હાજર કે જવાનું વિચારી રહેલા ભારતીય નાગરિકોને અમે વધારે પડતી સાવચેતી રાખવા આગ્રહ કરીએ છીએ. કેનેડાના એ ક્ષેત્રો અને સંભવિત સ્થળોની મુલાકાત લેતા બચજો જ્યાં આવી ઘટનાઓ બની છે. ભારતીય ઉચ્ચાયોગ કે વાણિજ્ય દૂતાવાસ કેનેડામાં રહેતા ભારતીય સમુદાયની સુરક્ષા અને ભલાઈ સુનિશ્ચિત કરવા માટે કેનેડિયન અધિકારીઓના સંપર્કમાં રહેશે. 

કેનેડાએ આપી પ્રતિક્રિયા 

ભારતની આ એડવાઈઝરીના અમુક કલાકો બાદ જ કેનેડા સરકારે પ્રતિક્રિયા આપી હતી. જોકે તે પહેલાં પણ કેનેડાની સરકારે તેના નાગરિકોને હાઈ લેવલની સાવચેતી રાખવા આગ્રહ કર્યો હતો. નાગરિકોને કહ્યું હતું કે અમુક સુરક્ષા સંબંધિત ચિંતઓ અને સ્થિતિ ઝડપથી બદલાઈ શકે છે. દરેક સમયે સાવચેત રહે. સ્થાનિક મીડિયા પર નજર રાખે. સાથે જ ભારતમાં રહેતા તેના નાગરિકોને એવી પણ ભલામણ કરી હતી કે તેઓ દેશ છોડવા વિશે પણ વિચારી શકે છે. અગાઉ કેનેડાએ જમ્મુ-કાશ્મીરની મુલાકાત ટાળવાની એડવાઈઝરી પણ જાહેર કરી હતી. 



Google NewsGoogle News