કેનેડાને કઈ વાતનું ડર પેઠોં? ભારતે નિજ્જરનું ડેથ સર્ટિફિકેટ માગ્યું તો જુઓ કેવો જવાબ આપ્યો
India-Canada Row: ખાલિસ્તાન સમર્થક આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગે કેનેડા સતત જુઠ્ઠું બોલી રહ્યું છે. પહેલા કોઈ પુરાવા આપ્યા વિના, તેણે ભારત પર નિજ્જરની હત્યા કરાવવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ જ્યારે ભારતીય તપાસ એજન્સી NIAએ તાજેતરમાં કેનેડા પાસેથી નિજ્જરની મોતના સર્ટિફિકેટની માંગ કરી, ત્યારે તેણે પણ તે આપવાનો ઈનકાર કરી દીધો.
NIAએ નિજ્જરનું ડેથ સર્ટિફિકેટ માગ્યું
હરદીપ સિંહ નિજ્જર ભારતીય મૂળના કેનેડિયન નાગરિક હતો. જૂનમાં તેની હત્યા કરવામાં આવી હતી. ભારતમાં NIA દ્વારા તપાસ કરવામાં આવી રહેલા નવ કેસોમાં નિજ્જર પર આરોપ મૂકવામાં આવ્યો હતો. NIAએ કેનેડા પાસેથી નિજ્જરનું ડેથ સર્ટિફિકેટની માંગણી કરી હતી. જેથી કરીને તેની સામે ભારતીય અદાલતોમાં પેન્ડિંગ કેસમાં કોર્ટને આ અંગે જાણ કરી શકાય.
આ પણ વાંચો: 100 વૉર પ્લેન, F-35 ફાઈટર જેટ...2000 કિ.મી. દૂરથી ઈઝરાયલે ઈરાનને હચમચાવી મૂક્યું
સૂત્રોના જણાવ્યાનુસાર, કેનેડાના અધિકારીઓએ ભારત દ્વારા કરવામાં આવેલી માંગ પર કેટલાક પ્રશ્નો ઊઠાવ્યા હતા. કેનેડાએ પૂછ્યું કે, શા માટે ભારતને તેના નાગરિકનું ડેથ સર્ટિફિકેટ માંગવાનો અધિકાર હોવો જોઈએ? ત્યારબાદ તેઓએ નિજ્જરનું ડેથ સર્ટિફિકેટ આપવાનો ઇનકાર કર્યો હતો.
નિજ્જરની હત્યાએ ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી વિવાદને વેગ આપ્યો હતો. કેનેડાએ ભારતીય એજન્સીઓની સંડોવણીનો આક્ષેપ કર્યો હતો. ભારતે તરત જ આનો અસ્વીકાર કર્યો અને કેનેડા પાસે પુરાવાની માંગ કરી. વિવાદ તાજેતરમાં ત્યારે વધી ગયો જ્યારે કેનેડાએ વરિષ્ઠ ભારતીય રાજદ્વારીઓ પર નિજ્જર હત્યાની તપાસમાં રસ લેવાનો આરોપ લગાવ્યો. ભારતે તે રાજદ્વારીઓને પાછા બોલાવ્યા.