Get The App

નિજ્જર કેસમાં ટ્રુડોની પોલ ખુલી, પોલીસ વડાએ કહ્યું, ‘કેનેડા પાસે કોઈ પુરાવા જ નથી’

Updated: Oct 28th, 2024


Google NewsGoogle News
નિજ્જર કેસમાં ટ્રુડોની પોલ ખુલી, પોલીસ વડાએ કહ્યું, ‘કેનેડા પાસે કોઈ પુરાવા જ નથી’ 1 - image


Canada Police commissioner: ખાલિસ્તાની આતંકવાદી નિજ્જર હત્યા કેસ પર કેનેડાના પીએમએ કહેવામાં કાઈ બાકી રાખ્યું નથી. જસ્ટિન ટ્રુડોએ આ મુદ્દે ભારત સાથેના સંબંધો બગાડવામાં કોઈ કસર છોડી નથી. ભારતીય રાજદ્વારીઓ પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. ટ્રુડોએ આ બધું કર્યા પછી હવે કેનેડાના પોલીસ કમિશનર કહી રહ્યા છે કે, આ હત્યામાં ભારતની સંડોવણીના કોઈ પુરાવા નથી. કમિશનરનું નિવેદન આશ્ચર્યજનક છે કારણ કે તેમનું નિવેદન ટ્રુડોના તે નિવેદનને સંપૂર્ણપણે નકારી કાઢે છે, જેમાં કેનેડાના પીએમએ ભારત સરકાર પર સીધો આરોપ લગાવ્યો હતો.

RCMP કમિશનર માઈક ડુહેમનું મોટું નિવેદન

હકીકતમાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની ગયા વર્ષે જૂનમાં કેનેડાના વેનકુવરમાં હત્યા કરવામાં આવી હતી. નિજ્જરને ગુરુદ્વારાની બહાર ગોળી મારી દેવામાં આવી હતી. આ મામલો ભારત અને કેનેડા વચ્ચેના કૂટનીતિમાં ફેરવાઈ ગયો છે. હવે રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP) કમિશનર માઈક ડુહેમે કેનેડાની CTV ન્યૂઝને આ મામલે મોટું નિવેદન આપ્યું છે.

આ પણ વાંચો : કેનેડાના રાજકારણમાં ભૂકંપ: શું PM પદથી રાજીનામું આપશે ટ્રુડો? જાણો હવે શું છે શક્યતા

કેનેડાએ હાઈ કમિશનર પર આરોપ લગાવવાનું શરૂ કર્યું

ડુહેમનું નિવેદન ટ્રુડોના આરોપો સાથે બિલકુલ વિરુદ્ધ છે.  14 ઓક્ટોબરે કેનેડાના અધિકારીઓએ આ મામલે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેમને નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોના સંબંધ હોવાના મજબૂત પુરાવા મળ્યા છે. RCMPએ કહ્યું હતું કે ભારતીય એજન્ટો માત્ર ટાર્ગેટ કિલિંગ પાછળ જ નથી, પરંતુ કેનેડામાં સાઉથ એશિયન ઇમિગ્રન્ટ્સને જબરદસ્તી આપવા અને ધમકી આપવામાં પણ સામેલ હતા. ભારતનો ગુસ્સો ત્યારે ફાટી નીકળ્યો જ્યારે કેનેડાએ ભારતના હાઈ કમિશનર સંજય વર્માને ટારગેટ કરવામાં આવ્યા. જોકે, ભારતીય હાઈ કમિશનરે સ્પષ્ટ કર્યું હતું કે, કેનેડા ખોટા અને પાયાવિહોણા આરોપો લગાવી રહ્યું છે. બાદમાં ભારતે કેનેડામાંથી હાઈ કમિશનર સહિત 6 રાજદ્વારીઓને પાછા બોલાવી લીધા હતા.

કેનેડિયન પોલીસે વિરોધાભાસી નિવેદન

હાલમાં જ જ્યારે કેનેડિયન મીડિયા સીટીવી ન્યૂઝે ડુહેમને પૂછ્યું કે, શું નિજ્જર હત્યા કેસમાં ભારતની સંડોવણીની તપાસ કરવામાં આવી રહી છે, તો તેમણે કહ્યું કે, 'અમે ઘણી તપાસ કરી રહ્યા છીએ. અમે સુરાગ અને પુરાવાના આધારે વાત કરીએ છીએ. ક્યારેક તમને ખબર નથી હોતી કે, કેસ તમને કઈ દિશામાં લઈ જઈ રહ્યો છે. જ્યારે કેસ શરૂ થાય છે, ત્યારે ફાઇલમાં કંઈપણ બહાર આવી શકે છે. કેટલીક ફાઈલો ભારત સરકાર પાસે લઈ જઈ શકાય છે. અન્ય ફાઈલો ભારત સરકારમાં લઈ જઈ શકાતી નથી.

અત્યારે કાંઈ જ ન કહી શકાય : કેનેડિયન પોલીસ

કેનેડિયન પોલીસના આ વિરોધાભાસી વલણને કારણે હવે તેમની વાતની વિશ્વસનિયતા પર શંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા RCMPએ સૂચવ્યું હતું કે, તેમની પાસે ભારતની સંડોવણીને લઈને પુરાવા છે અને હવે કેનેડિયન પોલીસ કહી રહી છે કે તેઓ હાલ પુરાવા અંગે સ્પષ્ટપણે કંઈ કહી શકે તેમ નથી.


Google NewsGoogle News