Get The App

કેનેડાની સંસદમાં રદ નહીં થાય દિવાળી ઉત્સવ, શું દબાણમાં આવીને બદલાયો નિર્ણય?

Updated: Oct 31st, 2024


Google NewsGoogle News
કેનેડાની સંસદમાં રદ નહીં થાય દિવાળી ઉત્સવ, શું દબાણમાં આવીને બદલાયો નિર્ણય? 1 - image
Image: X

Canada Diwali Celebration: કેનેડાના નેતા વિપક્ષે એક નિવેદન રજૂ કરી જણાવ્યું કે, કેનેડાની સંસદમાં દિવાળી ઉત્સવનો કાર્યક્રમ રદ થવાની ખબર ખોટી છે. નેતા વિપક્ષ પિયરે પોલીવરે કાર્યાલયનું નિવેદન રજૂ કરી જણાવ્યું કે, નક્કી કાર્યક્રમ હેઠળ દિવાળી ઉત્સવ ઉજવવામાં આવશે. પોલીવરે કહ્યું કે, 'દિવાળી ઉત્સવ રદ થવાની ખબર ખોટી છે. ઉત્સવનું આયોજન કન્ઝર્વેટિવ કૉકસ દ્વારા કરવામાં આવશે. જો કે, ઉત્સવ કાર્યક્રમના સમયમાં થોડો બદલાવ કરવામાં આવ્યો છે. દક્ષિણ એશિયાઇ મૂળના લોકો સાથે દિવાળી અને બંદી છોડ દિવસ ઉત્સવ ઉજવવામાં આવશે.'

આ પણ વાંચોઃ આ દેશમાં દિવાળીની ઉજવણી પર પ્રતિબંધ મુકાયો, ભારતીય સમુદાયમાં નારાજગી

દિવાળી ઉત્સવ રદ થવાની ખબર સામે આવી

કેનેડાના નેતા વિપક્ષ પેયરે પોલીવરે કાર્યાલયની તરફથી સ્પષ્ટીકરણ ત્યારે આવ્યું, જ્યારે કેનેડાની સંસદ પાર્લિયામેન્ટ હિલમાં દિવાળી ઉત્સવ રદ કરવાની ખબર સામે આવી હતી. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ભારત સાથે ચાલી રહેલાં રાજકીય ગતિરોધની વચ્ચે દિવાળી સમારોહ રદ કરવામાં આવ્યો છે. જો કે, સમારોહના આયોજકો-ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઑફ ઈન્ડિયા કેનેડા (OFIC)નો સમારોહ રદ કરવા વિશે કોઈ સ્પષ્ટીકરણ આપવામાં નથી આવ્યું. આ દિવાળી ઉત્સવ કાર્યક્રમમમાં કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ ટૉડ ડોહર્ટી દ્વારા આયોજિત કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચોઃ શું કેનેડા બાદ અમેરિકા ભારતના રાજદ્વારીઓ પર લેશે એક્શન? વિદેશ મંત્રાલયે કરી ચોખવટ

23 વર્ષથી સતત થઈ રહ્યું છે દિવાળી ઉત્સવનું આયોજન

નોંધનીય છે કે, પૂર્વ કન્ઝર્વેટિવ સાંસદ દીપક ઓબરૉય દ્વારા પાર્લિયામેન્ટ હિલમાં દિવાળી સમારોહની શરૂઆત કરવામાં આવી હતી. જે સતત 23 વર્ષથી શરૂ છે. વર્ષ 2019માં દીપક ઓબરૉયના નિધન બાદ અન્ય સાંસદોએ આ પરંપરાને આગળ વધારી, પરંતુ આ વર્ષે આ ઉત્સવ કાર્યક્રમ રદ થવાની ખબર સામે આી હતી. જેના પર ભારતીય મૂળના લોકોએ ચિંતા વ્યક્ત કરી હતી. ઓવરસીઝ ફ્રેન્ડઝ ઑફ ઈન્ડિયાએ કેનેડાને કહ્યું હતું કે, કોઈ દેશ સાથે થઈ રહેલાં સંઘર્ષના કારણે કેનેડામાં એક સમુદાયના લોકોને અલગ કરી દેવામાં આવ્યા છે.

જો કે, હવે નેતા વિપક્ષે નિવેદન રજૂ કરીને સ્પષ્ટ કરી દીધું છે કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ કેનેડાની સંસદમાં દિવાળી ઉત્સવનું આયોજન કરવામાં આવશે. 



Google NewsGoogle News