કેનેડા : ટ્રુડોની સરકાર વિરૂદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ તૈયાર થઈ રહ્યો છે : વિપક્ષી નેતાઓ

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News
કેનેડા : ટ્રુડોની સરકાર વિરૂદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ તૈયાર થઈ રહ્યો છે : વિપક્ષી નેતાઓ 1 - image


- કોન્ઝર્વેટિવ નેતા પીયરે પોઈલી બ્રેએ NDP નેતા જગમિત સિંઘને તે પ્રસ્તાવ તરફી મતદાન કરવા અનુરોધ કર્યો

વાનકુવર : કેનેડાની કોન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પીયરે પોઈબિબ્રેએ ગઈકાલે (બુધવારે) સાંજે જણાવ્યું હતું કે, વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની સરકાર વિરૂદ્ધ વહેલામાં વહેલી તકે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવશે. તે માટે મુસદ્દો ઘડાઈ રહ્યો છે અને પૂર્વ તૈયારીઓ થઈ રહી છે.

ટ્રુડોની લિબરલ સરકારને જગમિત સિંઘની ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીએ ટેકો પાછો ખેંચી લીધા પછી મોઈલ્બેરની કોન્ઝર્વેટિવ પાર્ટીએ ટ્રુડો સરકાર વિરૂદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવા નિર્ણય કર્યો છે. તે માટે તેઓએ જગમિત  સિંઘનો પણ સંપર્ક સાધ્યો છે. તેઓનું કહેવું છે કે દેશમાં ખાદ્ય પદાર્થોની જ ઊંચી થયેલી ખેંચ અને તેના સતત  ઊંચે જતા ભાવને લીધે જગમિત સિંઘની પાર્ટીએ ટ્રુડો સરકારને આપેલો  ટેકો પાછો ખેંચી લીધો છે. તે જગમિત સિંઘને અમે આ અવિશ્વાસ  પ્રસ્તાવનો ટેકો આપવા કહી રહ્યા છીએ. જો કે હજી જગમિત  સિંઘે તે વિષે કોઈ સ્પષ્ટતા કરી નથી.

વાસ્તવમાં ટ્રુડો સરકારની સંવિધાન પ્રમાણેની મુદત ૨૦૨૫ના ઓકટોબરના અંતે પૂરી થાય છે. પરંતુ જો અવિશ્વાસની દરખાસ્ત પસાર થાય તો ટ્રુડોએ તુર્ત જ રાજીનામું આપી દેવું પડે. પરંતુ ટ્રુડો અન્ય નાના પક્ષોની સહાય લઈ સરકાર ટકાવી રાખે તે પણ સંભવિત છે.

અત્યારે કેનેડાની સંસદમા ૩૩૮ બેઠકો ધરાવતા નીચલા ગૃહ (હાઉસ ઓફ કોમન્સ)માં ટ્રુડોની લિબરલ પાર્ટી ૧૫૪ બેઠકો ધરાવે છે. જે અર્ધો અર્ધ સંખ્યા ૧૬૯ કરતા ઘણી ઓછી છે. વાસ્તવમાં લિબરલ પાસે ૧૭૦ બેઠકો તો હોવી જ જોઈએ. તેમાં ૧૬ બેઠકો ઘટે છે. તેથી તે એનડીપીના ૨૪ સભ્યોના ટેકાથી ટકી રહી હતી. હવે તેણે ટેકો પાછો ખેંચી લેતા ટ્રુડોની મુશ્કેલીઓ વધી ગઈ છે. જો કે ફ્રેન્ચ બહુમતીવાળા વિસ્તારમાં બળવાન રહેલી યેવ્ઝ ફ્રેન્કાઈઝ બ્લેન્ચેટની પાર્ટી બ્લોક ક્વીબેકોઈસ જસ્ટીન ટ્રુડોન ટેકો આપવા તૈયારી દર્શાવી છે. પરંતુ તે સાથે કેટલીયે શરતો પણ મુકી છ.

જોઈએ, અવિશ્વાસનો પ્રસ્તાવ ગૃહમાં પસાર થાય છે કે કેમ જો પસાર થાય તો તેમણે ગવર્નર જનરલને ત્યાગ પત્ર આપવું પડે.


Google NewsGoogle News