ભારત છોડી કેનેડા ઉડતા ભારતીયો, લાખો લોકો બન્યા કેનેડિયન નાગરિક, આંકડાઓમાં ચોંકાવનારો ખુલાસો

જાન્યુઆરી 2018 થી જૂન 2023 વચ્ચે 1.6 લાખ ભારતીયોએ કેનેડાની નાગરિકતા સ્વીકારી

Updated: Sep 26th, 2023


Google NewsGoogle News
ભારત છોડી કેનેડા ઉડતા ભારતીયો, લાખો લોકો બન્યા કેનેડિયન નાગરિક, આંકડાઓમાં ચોંકાવનારો ખુલાસો 1 - image


Indians Taking Canadian Citizenship : હાલ ભારત અને કેનેડા વચ્ચે ઉગ્ર વિવાદ ચાલી રહ્યો છે, એવામાં વિદેશ મંત્રાલય તરફથી કેટલાક ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, જાન્યુઆરી 2018 થી જૂન 2023 વચ્ચે 1.6 લાખ ભારતીયોએ કેનેડાની નાગરિકતા સ્વીકારી છે. આ આંકડો ભારતીય નાગરિકતા છોડી દેવાનારા કુલ લોકોના 20 ટકા જેટલો છે. આ આંકડો દર્શાવે છે કે કેનેડા ભારતીયોનો (Canada most preferable country for Indians) બીજો સૌથી પ્રિય દેશ બની ગયો છે.

સૌથી વધુ ભારતીયોની પંસદ અમેરિકા 

આ લીસ્ટમાં પહેલા નંબર પર અમેરિકા આવે છે જેની નાગરિકતા માટે સૌથી વધુ ભારતીયો તેમની નાગરિકતા છોડી દીધી છે. બીજા નંબર પર કેનેડા લોકોની પસંદ છે, ત્યાર બાદ ઓસ્ટ્રેલિયા ત્રીજા સ્થાને અને  બ્રિટન ચોથા સ્થાને છે જેના માટે ભારતીય તેમની નાગરિકતા છોડી રહ્યા છે. જાન્યુઆરી 2018 થી જૂન 2023 ની વચ્ચે, લગભગ 8.4 લાખ લોકોએ ભારતીય નાગરિકતા છોડી દીધી અને 114 વિવિધ દેશોની નાગરિકતા અપનાવી છે.

58 ટકા લોકો અમેરિકા અને કેનેડાની નાગરિકતા મેળવા ઈચ્છે છે 

ભારતીય નાગરિકાતા છોડનારા લોકોમાં 58 ટકા લોકો અમેરિકા અને કેનેડાની નાગરિકતા મેળવા માગે છે. ભારતીય નાગરિકતા છોડાવાના કિસ્સામાં ટ્રેન્ડ દર વર્ષે વધતો જાય છે. જોકે 2020નું વર્ષ એવું હતું કે જયારે કોરોનાની મહામારીને કારણે નાગરિકતા છોડવાના કિસ્સાઓ ઘટ્યા હતા. વર્ષ 2018માં ભારતીય નાગરિકતા છોડનારા લોકોની સંખ્યા 1.3 લાખ હતી જે 2022માં વધીને 2.2 લાખ થઇ ગઈ છે. જો આ વર્ષની વાત કરવામાં આવે તો જૂન 2023 સુધીમાં લગભગ 87,000 ભારતીયોએ વિદેશી નાગરિકતા લેવાના વિકલ્પને અપનાવ્યો છે.  

બીજા દેશની નાગરિકતા મેળવા પાછળના ઘણાબધા કારણો 

ઇમિગ્રેશન નિષ્ણાત વિક્રમ શ્રોફના જણાવ્યા મુજબ મોટા ભાગના ભારતીયો એવા દેશોમાં જવાનું પસંદ કરે છે જ્યાં અંગ્રેજી ભાષાનું વર્ચસ્વ છે. તેમણે કહ્યું કે નાગરિકતા મેળવા પાછળ ઘણાબધા કારણો હોય શકે છે જેમ કે, સ્થાયી જીવનધોરણ, બાળકોનું શિક્ષણ, રોજગારીની તકો અને સારી સ્વાસ્થ્ય સુવિધાઓ. કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો રેસીડેન્સી અને નાગરિકતા મેળવવાના નિયમોને સરળ બનાવી વિદેશી પ્રતિભાઓને તેમના દેશોમાં આવવા માટે આકર્ષી રહ્યા છે.  


Google NewsGoogle News