'હું PM બનીશ તો..' નિજ્જર મામલે કેનેડાના ટોચના વિપક્ષી નેતા ભારતની પડખે, આપ્યું મોટું નિવેદન

વિપક્ષી નેતા પિયરે પોઈલિવ્રેએ કહ્યું કે આઠ વર્ષ સુધી સત્તામાં રહ્યા પછી પણ પીએમ જસ્ટિન ટ્રુડો ભારત સાથેના સંબંધોની કિંમતને સમજી શક્યા નથી

તેમણે કહ્યું કે અમારે ભારત સરકાર સાથે વ્યાવસાયિક સંબંધો (professional relations) બનાવવાની જરૂર છે

Updated: Oct 25th, 2023


Google NewsGoogle News
'હું PM બનીશ તો..' નિજ્જર મામલે કેનેડાના ટોચના વિપક્ષી નેતા ભારતની પડખે, આપ્યું મોટું નિવેદન 1 - image

India vs Canada Controversy| ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના આરોપોને લઈને ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં બગડ્યાં છે. આવી સ્થિતિમાં કેનેડાની કન્ઝર્વેટિવ પાર્ટીના વડા અને વિપક્ષી નેતા પિયરે પોઈલિવ્રેએ (Canada's Conservative Party chief and opposition leader Pierre Poilievre) કહ્યું કે આઠ વર્ષ સુધી સત્તામાં રહ્યા પછી પણ પીએમ જસ્ટિન ટ્રુડો ભારત સાથેના સંબંધોની કિંમતને સમજી શક્યા નથી.

પોઈલિવ્રેએ આપ્યું મોટું નિવેદન 

તેમણે કહ્યું કે જો હું કેનેડાનો વડાપ્રધાન બનીશ તો બંને દેશો વચ્ચેના સંબંધોને ફરી પુનઃસ્થાપિત કરીશ. તેમણે કહ્યું કે અમારે ભારત સરકાર સાથે વ્યાવસાયિક સંબંધો (professional relations) બનાવવાની જરૂર છે. ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે. બે દેશો વચ્ચે મતભેદ હોય એ ઠીક છે પણ બંને વચ્ચેના સંબંધો વ્યાવસાયિક હોવા જોઈએ. જો હું કેનેડાનો વડાપ્રધાન બનીશ તો ભારત સાથેના સંબંધો પુનઃસ્થાપિત કરીશ.

41 રાજદ્વારીઓ કાઢી મૂકવા સામે શું કહ્યું? 

જ્યારે તેમને ભારતમાંથી 41 કેનેડિયન રાજદ્વારીઓને પાછા બોલાવવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ટ્રુડો પર અસક્ષમ અને બિનવ્યાવસાયિક હોવાનો આરોપ લગાવ્યો. આજના સમયમાં ભારત સહિત વિશ્વના ઘણા મોટા દેશો સાથે કેનેડાના મતભેદો છે

હિન્દુ મંદિરોમાં તોડફોડ અંગે શું બોલ્યાં? 

કેનેડામાં હિંદુ મંદિરોની તોડફોડના સમાચાર પર તેમણે કહ્યું કે મને લાગે છે કે હિંદુ મંદિરો પર હુમલો કરનારા અને સંપત્તિમાં તોડફોડ કરનારાઓ વિરુદ્ધ ફોજદારી કેસ દાખલ કરવા જોઈએ. ગયા અઠવાડિયે ભારતે કેનેડાને 41 રાજદ્વારીઓને પાછા બોલાવવા કહ્યું હતું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે ભારત અને કેનેડા બંનેના રાજદ્વારીઓની સંખ્યા સમાન હોવી જોઈએ. બાગચીએ કહ્યું હતું કે અમે અગાઉ કહ્યું છે તેમ ભારતમાં કેનેડિયન રાજદ્વારીઓની સંખ્યા ઘણી વધારે છે અને તેઓ અમારા ઘરેલું મામલામાં હસ્તક્ષેપ કરે છે.

નિજ્જરની કેનેડામાં હત્યા કરવામાં આવી હતી

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ (Canadian Prime Minister Justin Trudeau ) ભારત પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની (Khalistani terrorist Hardeep Singh Nijjar) હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. કેનેડાના સરેમાં ગુરુદ્વારા બહાર બે અજાણ્યા હુમલાખોરોએ નિજ્જરની ગોળી મારીને હત્યા કરી હતી. કેનેડાએ એક ભારતીય અધિકારીને હાંકી કાઢ્યા હતા, જેના પછી ભારતે બદલો લેતા કેનેડિયન નાગરિકો માટે વિઝા સેવાઓ સ્થગિત કરી દીધી હતી અને ટીટ-ફોર-ટાટ કાર્યવાહીમાં કેનેડિયન રાજદ્વારીને પણ હાંકી કાઢ્યો હતો.

'હું PM બનીશ તો..' નિજ્જર મામલે કેનેડાના ટોચના વિપક્ષી નેતા ભારતની પડખે, આપ્યું મોટું નિવેદન 2 - image


Google NewsGoogle News