Get The App

ભારતની ફટકાર બાદ કેનેડા બેકફૂટ પર, કહ્યું-નિજ્જર કેસમાં PM મોદી કે જયશંકરનું કોઈ કનેક્શન નથી

Updated: Nov 22nd, 2024


Google NewsGoogle News
ભારતની ફટકાર બાદ કેનેડા બેકફૂટ પર, કહ્યું-નિજ્જર કેસમાં PM મોદી કે જયશંકરનું કોઈ કનેક્શન નથી 1 - image


India-Canada Relations: ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જર હત્યા કેસમાં કેનેડા સરકાર હવે બેકફૂટ પર છે. કેનેડાની સરકારે એક નિવેદન જાહેર કર્યું છે. જેમાં કહ્યું કે, 'ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા સહિત કેનેડામાં કોઈપણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા હોવાના કોઈ પુરાવા નથી.'

કેનેડા સરકારની સ્પષ્ટતા 

કેનેડા સરકારે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી એસ. જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલની દેશમાં કોઈપણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિમાં કોઈ ભૂમિકા નથી.' આ સ્પષ્ટતા કેનેડાના એક અખબારમાં પ્રકાશિત થયેલા અહેવાલ બાદ કરવામાં આવી છે. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતે નિજ્જરની હત્યાનું કથિત કાવતરું ઘડ્યું હતું. પરંતુ હવે કેનેડાની સરકારે આ આરોપોથી પોતાને દૂર રાખ્યા છે અને સ્પષ્ટ કર્યું છે કે તેને આ આરોપો અંગે કોઈ પુરાવા મળ્યા નથી. આ સંબંધમાં મીડિયા રિપોર્ટ સંપૂર્ણપણે ખોટો અને શંકાસ્પદ છે.

ભારતે પણ આ અહેવાલને નકારી કાઢ્યો હતો

આ અહેવાલને પણ ભારતે નકારી કાઢ્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જમાવ્યું હતું કે, 'અમે સામાન્ય રીતે મીડિયાના અહેવાલો પર ટિપ્પણી કરતા નથી. જો કે, કેનેડાના સરકારી સ્ત્રોત દ્વારા અખબારને આપવામાં આવેલા આવા હાસ્યાસ્પદ નિવેદનોને તે જ તિરસ્કાર સાથે બરતરફ કરવા જોઈએ. અમારા પહેલેથી જ વણસેલા સંબંધોને વધુ નુકસાન પહોંચાડે છે.'

આ પણ વાંચો: ભારત-અમેરિકાના સંબંધોના પાયા મજબૂત... અદાણી પર લાગેલા આરોપો પર વ્હાઇટ હાઉસની પ્રતિક્રિયા


શું છે નિજ્જરની હત્યા?

હરદીપ સિંહ નિજ્જર ખાલિસ્તાની આતંકવાદી હતો. જેની 18મી જૂન 2023ના રોજ કેનેડામાં ગુરુદ્વારાની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કેનેડાએ ભારત પર નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યો હતો, જો કે તે કોઈ પુરાવા આપવામાં નિષ્ફળ રહ્યું હતું. નિજ્જર મૂળ પંજાબના જલંધરના ભર સિંહ પુરા ગામનો રહેવાસી હતો. NIAએ નિજ્જર પર 10 લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું હતું. તેના આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ) સાથે પણ સંબંધો હતા.

ભારતની ફટકાર બાદ કેનેડા બેકફૂટ પર, કહ્યું-નિજ્જર કેસમાં PM મોદી કે જયશંકરનું કોઈ કનેક્શન નથી 2 - image


Google NewsGoogle News