'હા અમારો દેશ ભારતમાં આતંક ફેલાવે છે અને આતંકીઓને ફન્ડિંગ કરે છે...', કેનેડાએ સત્ય સ્વીકાર્યું
Canada: ભારત વિરોધી પ્રવૃત્તિઓને અંજામ આપનાર આતંકવાદીઓ માટે કેનેડા સુરક્ષિત દેશ બની ગયો છે. આ વાતનો ખુદ કેનેડાએ સ્વીકાર કર્યો છે. હકીકતમાં કેનેડા સરકાર તરફથી દેશમાં વિદેશી હસ્તક્ષેપ આયોગ (Foreign Interference Commission) નું ગઠન કરવામાં આવ્યું છે. આ આયોગે સાત વોલ્યુમનો રિપોર્ટ કેનેડા સરકારને સોંપી દીધો છે. રિપોર્ટમાં વિદેશી હસ્તક્ષેપની તપાસ કરી રહેલી આ કમિટીએ અનેક ચોંકાવનારા ખુલાસા કર્યાં છે. કેનેડાએ માન્યું કે, તેમના દેશ તરફથી ભારત સામે ન ફક્ત આતંકવાદને ફેલાવવામાં આવી રહ્યો છે, પરંતુ આતંકવાદીઓને ફન્ડિંગ પણ કરવામાં આવી રહ્યું છે.
ખાલિસ્તાની આતંકવાદીઓને લઈને ભારતની ચિંતા વાજબીઃ રિપોર્ટ
કેનેડાની સરકારને સોંપાયેલા 7 વોલ્યુમના રિપોર્ટના ચોથા વોલ્યુમ 'The Government's Capacity to Detect, Deter and Counter Foreign Interference' ના પેજ 98 અને 99 પર ભારત સાથે જોડાયેલી જાણકારી હાજર છે. કેનેડાએ ગુપ્ત એજન્સી CSIS (Canadian Security Intelligence Service) ના રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ પણ કર્યો છે કે, ખાલિસ્તાની ઉગ્રવાદીઓને લઈને ભારતની ચિંતા વાજબી છે.
CSIS અનુસાર, અમુક ખાલિસ્તાની આતંકવાદી કેનેડામાં બેસીને ભારત સામે કાવતરૂં ઘડી રહ્યાં છે. વળી, અહીંથી ભારતમાં આતંકવાદીઓને ફન્ડિંગ પણ કરવામાં આવે છે. રિપોર્ટમાં એવું પણ લખવામાં આવ્યું કે, આવા પુરાવા મળતાં કેનેડાએ ભારત સાથે મળીને આતંકવાદ સાથે જોડાયેલા મામલે સહયોગ કર્યો છે. CSIS ના રિપોર્ટમાં જાણકારી આપવામાં આવી છે કે, કેનેડામાં હાજર ખાલિસ્તાની સમર્થક શાંતિપૂર્વક રીતે કામ કરે છે.
કેનેડાના આરોપ પર ભડક્યું વિદેશ મંત્રાલય
Foreign Interference Commission ના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારત તરફથી કેનેડાની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવામાં આવ્યો છે. કેનેડાના આ દાવા પર વિદેશ મંત્રાલયે આકરી પ્રતિક્રિયા આપી છે. મંત્રાલયે કેનેડાના આ આરોપને પાયાવિહોણા જણાવ્યા છે. વળી, વિદેશ મંત્રાલયે કહ્યું કે, કેનેડા તરફથી ભારતના આંતરિક મામલે સતત હસ્તક્ષેપ કરવામાં આવી રહ્યો છે.