Get The App

કેનેડાની ચૂંટણીમાં ચીનના ફંડિંગથી રાજકીય ધમાસાણ, શા માટે ટ્રુડોને PM બનાવવા ઈચ્છતા હતા શી જિનપિંગ ?

કેનેડા ચૂંટણી-2021માં ચીને ટ્રુડોની પાર્ટીને સમર્થન આપવાની સાથે ફન્ડિંગ પણ પૂરું પાડ્યું હોવાનો ખુલાસો

કેનેડાની ગુપ્તચર એજન્સીના જણાવ્યા મુજબ, ચીને ચૂંટણી દરમિયાન 11 ઉમેદવારોને ચૂંટણી માટે ફંન્ડ આપ્યું

Updated: Nov 20th, 2023


Google NewsGoogle News
કેનેડાની ચૂંટણીમાં ચીનના ફંડિંગથી રાજકીય ધમાસાણ, શા માટે ટ્રુડોને PM બનાવવા ઈચ્છતા હતા શી જિનપિંગ ? 1 - image

નવી દિલ્હી, તા.20 નવેમ્બર-2023, સોમવાર

હાલ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો (Canada PM Justin Trudeau) ઘણા વિવાદોનો સામનો કરી રહ્યા છે, ત્યારે ભારત તરફથી વિવાદ ઉભો કરનાર ટ્રુડો વધુ એક વિવાદમાં ઘેરાયા છે. હાલ ટ્રુડો સામે ચીન પ્રત્યે ‘મિત્ર પ્રેમ’ અને ‘ટ્રુડોની પાર્ટીને ચીનું ફંન્ડિંગ’ના આક્ષેપો લાગ્યા છે. આ મામલે ચગ્યા બાદ કેનેડાના રાજકારણમાં ફરી ધમાસાણ જોવા મળી રહ્યું છે.

મારે જિનપિંગને ‘હેલ્લો’ ઉપરાંત ઘણું બધુ કહેવાનું હતું : ટ્રુડો

તાજેતરમાં જ સાન ફ્રાન્સિકોમાં 18મી નવેમ્બરે એશિયા-પેસિફિક આર્થિક સહકાર (APEC)ની બેઠક યોજાઈ હતી, જેમાં કેનેડાના PM જસ્ટિન ટ્રુડોએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping) સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે ‘હેલ્લો’ ઉપરાંત કંઈક ખીચડી પણ રંધાઈ હતી. જોકે હવે આ મામલે ટ્રુડોએ કહ્યું કે, ‘મારે જિનપિંગને ‘હેલ્લો’ ઉપરાંત ઘણું બધુ કહેવાનું હતું.’

ટ્રુડોએ જિનપિંગને શું કહ્યું ?

ટ્રુડોના કહેવા મુજબ તેમણે જિનપિંગને કહ્યું કે, બંને દેશોએ પોતાની કોમ્યુનિકેશન લાઈન ખુલ્લી રાખવી જોઈએ. તેમણે ચીન (China)ના રાષ્ટ્રપતિને એમ પણ કહ્યું કે, જે રીતે ટ્રુડો સર્જનાત્મક સંવાદો (નિવેદનો) કરે છે, તે દિશામાં કેનેડા અને ચીન પણ કામ કરતા રહે, તે જરૂરી છે. દરમિયાન હાલ કેનેડાના સ્થાનિક રાજકારણમાં ચીનના કથિત હસ્તક્ષેપ મામલે દેશમાં ભારે ધમાસાણ ચાલી રહ્યું છે, કેનેડાના વડાપ્રધાન અને ચીનના રાષ્ટ્રપતિ કેનેડાના વિપક્ષીઓના નિશાના પર છે, ત્યારે ટ્રુડોએ આ ટિપ્પણી કરી વિવાદને વધુ છંછેડ્યો છે.

ચીને ટ્રુડોની પાર્ટીને ચૂંટણીમાં સમર્થન-ફન્ડિંગ પુરુ પાડ્યું

કેનેડાની ચૂંટણી (Canada Election) માં ચીનના હસ્તક્ષેપના વિવાદે ધમાસાણ ઉભુ કર્યું છે, કારણ કે એવો ખુલાસો થયો છે કે, કેનેડામાં 2021ની ચૂંટણીમાં ચીને ટ્રુડોની લિબરલ પાર્ટીને બીજી લઘુમતી સરકાર બનાવવા સમર્થન આપવાની સાથે ફન્ડિંગ પણ પૂરું પાડ્યું હતું. એવા અહેવાલો પણ સામે આવ્યા છે કે, કેનેડાની કન્ઝર્વેટિવ પાર્ટી ચીન પ્રત્યે મિત્રતા વલણ રાખતી ન હોવાથી તેમજ ટ્રુડો ચીન વિરુદ્ધ કોઈ નિર્ણય ન કરે તે માટે ચીને ટ્રુડોની પાર્ટીને ફન્ડિંગ પુરુ પાડ્યું છે. 

કેનેડાના નેતાઓને ચીનથી મળ્યું ફન્ડિંગ

એવો ખુલાસો સામે આવ્યો છે કે, 2019માં કેનેડાની ચૂંટણીને પ્રભાવિત કરવા ચીનના અધિકારીઓએ ગુપ્ત નેટવર્કથી વચેટીયાઓ દ્વારા 11 ઉમેદવારોને નાણાં મોકલ્યા હતા, જેમાં ટ્રુડોની લિબરલ પાર્ટીના 9 ઉમેદવાર હતા, જ્યારે ચીનને સમર્થન આપનાર કન્ઝર્વેટિવ પાર્ટીના 2 ઉમેદવારો હતા. કેનેડાની ગુપ્તચર એજન્સી (CSIS)ના જણાવ્યા મુજબ ટોરેન્ટો સ્થિત ચીનના વાણિજ્ય દૂતાવાસે કેનેડાની ચૂંટણી દરમિયાન ઓછામાં ઓછા 11 ઉમેદવારોને ચૂંટણી માટે ફંન્ડ આપ્યું હતું અને આ માટે ગુપ્ત નેટવર્ક દ્વારા અઢી લાખ ડોલર ટ્રાન્સફર કરાયા હતા. કેનેડીયન એજન્સીએ કહ્યું કે, 2022માં જસ્ટિસ ટ્રુડોને ચીનના હસ્તક્ષેપ અભિયાનના ઉદાહરણોની માહિતી અપાઈ હતી, જોકે તેમણે કોઈ કાર્યવાહી ન કરી. કેનેડાની ચૂંટણીમાં ચીનના હસ્તક્ષેપ અંગેના CSISના રિપોર્ટ અંગેના એક અહેવાલ બાદ જસ્ટિડ ટ્રુડોએ જાહેર નિવેદન આપ્યું હતું. ઉલ્લેખનિય છે કે, જસ્ટિન ટ્રુડો કેનેડાના પૂર્વ વડાપ્રધાન હતા અને તેમણે 1970માં ચીન સાથે ડિપ્લોમેટિક સંબંધોની શરૂઆત કરી હતી.


Google NewsGoogle News