Get The App

કેનેડામાં ઉથલપાથલના એંધાણ! ડેપ્યુટી PMના રાજીનામાં બાદ 'મિત્ર'એ પણ ટ્રુડોને આપ્યો દગો

Updated: Dec 17th, 2024


Google NewsGoogle News
justice-trudeau


Canada Deputy PM Chrystia Freeland Resigns: કેનેડામાં ચૂંટણી પહેલા વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને મોટો ઝટકો લાગ્યો છે. કેનેડાના ડેપ્યુટી પીએમ અને નાણા મંત્રી ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે સોમવારે અચાનક રાજીનામું આપતા તેમણે ટ્રુડોની યોજનાઓને રાજકીય ચાલ પણ ગણાવી હતી.

છેલ્લા ઘણા સમયથી બંને વચ્ચે હતો મતભેદ 

ફ્રીલેન્ડે ટ્રુડોને એક પત્ર લખ્યો હતો જે તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. જેમાં તેમણે ટ્રુડો સાથેના પોતાના મતભેદ વિષે જણાવ્યું હતું. કેબિનેટમાં ટ્રુડોના સૌથી નજીકના સાથી ગણાતા ફ્રીલેન્ડે નાણામંત્રી તેમજ નાયબ વડા પ્રધાન તરીકે સેવા આપી હતી.

જાણો કઈ બાબતેને લઈને હતો સંઘર્ષ

કેનેડિયન મીડિયાના અહેવાલો અનુસાર, ફ્રીલેન્ડ અને ટ્રુડો વચ્ચે કામચલાઉ ટેક્સ બ્રેક્સ અને અન્ય ખર્ચના પગલાં માટેના સરકારી પ્રસ્તાવને લઈને સંઘર્ષ થયો હતો. ફ્રીલેન્ડે ટ્રુડોને સંબોધીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, 'શુક્રવારે, તમે મને કહ્યું હતું કે તમે નથી ઈચ્છતા કે હું નાણામંત્રી તરીકે સેવા આપું, જેથી તમે મને મને કેબિનેટમાં અન્ય પદની ઓફર કરી. આથી તેના પર ચિંતન કત્ય પછી, હું એવા નિષ્કર્ષ પર પહોંચી છું કે મારા માટે એકમાત્ર પ્રામાણિક અને શક્ય કાર્યવાહી એ કેબિનેટમાંથી રાજીનામું આપવાનું છે.' જો કે ટ્રુડોની ઓફિસ તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આવી ન હતી.

જગમીત સિંહે ટ્રુડો પર સવાલો કર્યા 

ખાલિસ્તાન સમર્થક અને ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (NDP)ના નેતા જગમીત સિંહે ટ્રુડોને કહ્યું છે કે, 'ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે આજે સવારે નાણામંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ રાજીનામું આપવું જોઈએ.'

જગમીત સિંહે ટ્રુડો પર પ્રહારો કર્યા અને તેમના રાજીનામાની માગ કરતા કહ્યું કે, 'અમે કરિયાણાની ખરીદી કરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છીએ, યુવાનોને પોસાય તેવા આવાસ મળી શકતા નથી અને અમને ટ્રમ્પના ટેરિફનો ખતરો પણ છે, તેમજ કેનેડામાં હજારો નોકરીઓ જોખમમાં છે. એવામાં કેનેડિયનો માટે મહત્વપૂર્ણ મુદ્દાઓ સાથે વ્યવહાર કરવાને બદલે, વડા પ્રધાન તેમના પોતાના પક્ષની અંદર ચાલી રહેલી લડાઈ પર કામ કરી રહ્યા છે.'

આ પણ વાંચો: ચીનની પ્રસારણ નીતિને નાથવા ભારત શ્રીલંકા સાથેના સંબંધો સુદ્રઢ કરી રહ્યું છે

ટ્રુડોનો ખુરશી બચાવવા માટે સંઘર્ષ

ભારત વિરુદ્ધ ઝેર ઓકનાર ટ્રુડોની હાલત એવી થઈ ગઈ છે કે તેઓ પોતાની ખુરશી બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. કેનેડિયન મીડિયાના અહેવાલો અનુસાર ટ્રુડો રાજીનામું આપવાનું વિચારી રહ્યા છે. જ્યારે અમેરિકામાં ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેમની સરકાર સત્તામાં આવતાની સાથે જ કેનેડા પર ટેક્સ વધારશે. ટ્રમ્પની આ જાહેરાતથી ટ્રુડોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે.

કેનેડામાં ઉથલપાથલના એંધાણ! ડેપ્યુટી PMના રાજીનામાં બાદ 'મિત્ર'એ પણ ટ્રુડોને આપ્યો દગો 2 - image


Google NewsGoogle News