કેનેડામાં રન-વેથી ઉડાન ભર્યાની મિનિટોમાં જ વિમાન ક્રેશ, 1 કિલોમીટર દૂર તૂટી પડ્યું, 6નાં મોત

કેનેડાના ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડએ પણ દુર્ઘટનાની તપાસ માટે એક ટીમ બનાવી

Updated: Jan 24th, 2024


Google NewsGoogle News
કેનેડામાં રન-વેથી ઉડાન ભર્યાની મિનિટોમાં જ વિમાન ક્રેશ, 1 કિલોમીટર દૂર તૂટી પડ્યું, 6નાં મોત 1 - image


Canada Commuter Plane Crash Updates: કેનેડાથી એક ગંભીર દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. અહીં ખાણ શ્રમિકોને લઈ જતું એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું. આ વિમાન એરપોર્ટ પરથી ઉડાન ભર્યાની ગણતરીની મિનિટમાં ક્રેશ થઇ ગયું હતું. માહિતી અનુસાર સવારે 09:00 વાગ્યાની આજુબાજુ આ દુર્ઘટના થઇ હતી. 

એરપોર્ટથી માત્ર 1.1 કિ.મી. દૂર દુર્ઘટના સર્જાઈ 

વિમાનનું સંચાલન કરનાર નોર્થવેસ્ટર્ન એર દ્વારા જણાવાયું કે જેટસ્ટ્રીમ ટ્વિન ટર્બોપ્રોપ એરલાઈનર ફોર્ટ સ્મિથમાં રન-વેથી માત્ર 1.1 કિ.મી. દૂર આકાશમાંથી તૂટી પડ્યું હતું. હાલમાં ફોર્ટ સ્મિથ પરથી તમામ એરલાઇન્સની ઉડાન રદ કરી દેવામાં આવી છે. કેનેડાના ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડએ પણ દુર્ઘટનાની તપાસ માટે એક ટીમ બનાવી દીધી છે. 

કેનેડામાં રન-વેથી ઉડાન ભર્યાની મિનિટોમાં જ વિમાન ક્રેશ, 1 કિલોમીટર દૂર તૂટી પડ્યું, 6નાં મોત 2 - image


Google NewsGoogle News